પશુપાલન વ્યવસાય એ અમરેલી જિલ્લામાં મુખ્ય ભાગ ભજવી રહ્યા છે
દુધાળા પશુ માટે આહાર મહત્વનો છે અને કેટલા પ્રમાણમાં આહાર આપવો તે અતિ મહત્વનું છે. પશુના વજનના 2.5 થી 3.5 ટકા આહાર આપવો જોઈએ. આહાર અને ખોરાક આપવામાં કાળજી લેવામાં આવે તો વધુ દૂધ મેળવી શકાય છે.
Abhishek Gondaliya. Amreli :અમરેલી જિલ્લામાં લોકો પશુપાલન વ્યવસાય કરી રહ્યા છે. મોટાભાગના લોકો ભેંસ, ગાય મુખ્ય પશુ તરીકે રાખી અને પશુપાલન વ્યવસાય કરે છે. પશુપાલન વ્યવસાયમાં મુખ્ય પશુ આહાર ભાગ ભજવે છે. પશુઓને કેવા પ્રકારનો આહાર આપવામાં આવશે તેના પરથી પશુઓ વધુ દુધ આપે છે.
પશુના વજનના 2.5 થી 3.5 ટકા આહાર આપવો
પોલિટેકનિકલ એન્ડ વેટનરી સાયન્સના પશુ ચિકિત્સક ડો. સુમન ત્રિવેદીએ દુધાળા પશુ માટે આહારની વૈજ્ઞાનિક ગણતરી જણાવી હતી.ડો.સુમને જણાવ્યું હતું કે, પશુને પોતાના વજનના 2.5થી 3.5 % જેટલો સૂકી માત્રામાં આહાર આપવો જોઈએ. 400 કિલો વજન ધરાવતા પશુને દરરોજ 10 થી 14 કિલો ખોરાક સુકી માત્રામાં આપવો જોઈએ. સુકી માત્રામાં એટલે આપણે જે આહાર આપીએ છીએ તેમાં પાણીએ આહારના ઘટક રૂપે હોય છે. પાણીને બાદ કરતા વધતા ઘટકો એ ખોરાકની સૂકી માત્રા થઈ કહેવાય છે.
પશુને દાણ આપવાનું પ્રમાણ
શરીરના નિભાવ માટે એક થી 1.5 કિલો દાણ દેશી ગાય, 1.5 થી 2 કિલો દાણ ભેંસ અને ક્રોસ ગાય માટે આપવું જોઈએ. દૂધ ઉત્પાદન માટે દેશી ગાય દર એક લીટરે 400 ગ્રામ દાણ, ક્રોસ ગાય અને ભેંસ માટે દર 1 લીટરે 500 ગ્રામ દાણ આપવું જોઈએ. લીલા અને સૂકાચારાની ઉપલબ્ધતા પ્રમાણે પશુને આહાર આપી શકાય છે.
આદર્શ પશુનું ઉદાહરણ તરીકે વર્ણન
400 કિલો વજનની અને 10 લીટર દૂધ આપતી ગાય માટે દરરોજ નિભાવ માટે એક કિલો દાણ અને 16 કિલો લીલો ચારો, 9 કિલો સુકોચારો આપવો જોઈએ.કઠોળ વર્ગનો ચારો આપવામાં આવે તો છ થી આઠ કિલો એક કિલો દાણ ઘટાડી શકાય. તેમજ પાંચ કિલો ઘાસચારો અને ઘટાડતા એક કિલો સુકોચારો વધારવો જોઈએ.જેથી સહેલાઈથી પશુપાલન વ્યવસાયમાં દૂધ ઉત્પાદન શ્રેષ્ઠ મળી શકે છે.