અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં રહેતા મનોહરસિંહ પરમાર હિમોફીનીયા રોગથી પીડિત પરિવારજનોને ખૂબ જ મદદરૂપ થઈ રહ્યા છે. મનોહરસિંહ પરમારે જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લામાં 60 જેટલા વ્યક્તિઓ હિમોફીનીયા રોગથી પીડિત છે. આ રોગના 25 થી 40 હજાર સુધીનું એક ઇન્જેક્શન આવે છે. આ ઇન્જેક્શન સરકાર પરિવારજનો સુધી પહોંચાડે છે.
હીમોફીલિયા રોગની સારવાર માટેના કેમ્પનું આયોજન
રાજુલાના મહિપતસિંહ પરમાર દ્વારા અનેક વખતે અમરેલી જિલ્લામાં હીમોફીલિયા રોગની સારવાર માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. હેમોફીલિયા રોગ બાબતે લોકોમાં જાગૃતિ આવે, જરૂરી સારવાર અને તકેદારીના ભાગરૂપે મહિપતસિંહ પરમાર દ્વારા મહેનત ઉઠાવવામાં આવી રહી છે.
સરકાર વિદેશથી ઇન્જેક્શન આયાત કરે છે
હિમોફીલિયા એક જન્મજાત આનુવંશિક રોગ છે. જેમાં દર્દીને લોહી ગાંઠોવવામાં ખામી હોય છે. આ રોગમાં દર્દીને સામાન્ય ઈજાથી માંડીને લોહી નિકળતી વખતે સારવારની જરૂર પડે છે. સારવાર માટે ખાસ ઇન્જેક્શનનો આપવામાં આવશે. ભારત સરકાર દ્વારા વિદેશથી આયાત કરી સરકારી હોસ્પિટલમાં દર્દીની નિ:શુલ્ક આપવામાં આવે છે. હેમોફીલિયાના દર્દીઓ ગુજરાતમાં 6,000 તથા અમરેલી જિલ્લામાં 60 જેટલા નોંધાયેલા છે. હેમોફેલિયા રોગને જન્મજાત થતો રોગ પણ માનવામાં આવે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર