ઉનાળામાં કેરી બજારમાં આવે છે. હાલ આંબામાં મોર અને ખાખડી જોવા મળી રહી છે. કેરીનાં પાકને સોનમાખ વધુ નુકસાન કરે છે. ત્યારે સોનમાખનાં ઉપદ્રવ પહેલા જ પગલા લેવામાં આવે તો નુકસાની રોકી શકાય છે.
Abhishek Gondaliya, Amreli: અમરેલી જિલ્લામાં આંબામાં ખાખડી આવી રહી છે. કેરીનાં પાકમાં સોન માખનો ઉપદ્રવ જોવા મળી છે. જે સોનેરી માખી તરીકે પણ ઓળખાય છે. કેરીનાં પાકમાં વધુ જોવા મળે છે. જેનાથી પાકમાં નુકસાન થયા છે. સોન માખનાં ઉપદ્રવ પહેલા નિયંત્રણનાં પગલા લેવામાં આવે તો મોટા નુકસાનથી બચી શકાય છે.
ફળમાખીના ઓળખના ચિન્હો
સામાન્ય રીતે ફળ માખી નાના કદની, ઉદર પ્રદેશ અને પગ સોનેરી રંગના તથા પાંખો પારદર્શક હોય છે . માખીનો ગોળ અને માદા માખીનો અણી વાળો ભાગ હોય છે. જેથી ફળમાં કાણું પાડીને તેમાં લંબગોળ અને સફેદ રંગના ઈંડા મૂકે છે.
ફળમાખીથી થતું નુકસાન
માદા ફળમાંથી સામાન્ય રીતે પરિપક્વ ફળોમાં ઈંડા મૂકે છે. ત્યાં ટુવો પડે છે. કીડા ફળની અંદરનો ગર ખાઈને નુકસાન કરે છે. નુકસાન વાળા ફળો પાકી પોચા થઈ જાય છે અને તેમાંથી ખાટી દુર્ગંધ આવે છે. આમ ફળો ખાવા લાયક રહેતા નથી.
ફળમાખીનું નિયંત્રણ
પાક લીધા પછી ઉનાળામાં ઊંઘી ખેડ કરવી ટુવા પડેલ ફળને નિયમિત રીતે વીણીને ઢગલો કરી જમીનમાં ઊંડે સુધી દાટી દેવા. 10 લીટર પાણીમાં 450 gm ગોળ ઓગાળી તેને 24 કલાક રાખી મૂકવો. ત્યારબાદ તેને દસ મિનિટ દવા મિશ્રણ કરી ફૂલ આવ્યા બાદ દર અઠવાડિયે એક વાર છંટકાવ કરવો.
ફળો તૈયાર થવા આવે તે અગાઉ કેરી, ચીકુમાં ફેબ્રુઆરી થી જૂન દરમિયાન મિથાઈલ ટ્રેક ફેક્ટરે દસ પ્રમાણે ઝાડ ઉપર આશરે પાંચ ફૂટ ઊંચા લટકાવવા જરૂરી છે. ટ્રેપની અંદર મિથાઈલ આવતો હોવાથી એક કિલોમીટરના અંતરમાંથી માખીઓ આકર્ષાય છે. જેથી સહેલાઈથી સંકલિત નિયંત્રણ કરી શકાય છે.