Abhishek Gondaliya. Amreli: આજે ટેક્નોલોજીની મદદથી ખેતી કરવી ખુબ જ સરળ બની છે, તો રોકડિયા પાક અને નવીનતાને કારણે ખેડૂતોને સારી એવી આવક પણ થઇ રહી છે. એક સમય હતો જ્યારે યુવાનોને ખેતીમાં રસ પડતો નહીં, ખાસ કરીને યુવાનો શહેર તરફ નોકરી માટે દોટ મૂકતા હતા, પરંતુ આજે શહેરમાં માત્ર હજારો રૂપિયાની નોકરી કરવા કરતાં લાખો રૂપિયાની ખેતી કરવાનું વધુ પસંદ કરી રહ્યાં છે. જો ખેતીમાં પણ ધ્યાન આપવામાં આવે તો લાખો રૂપિયાની કમાણી કરી શકાય છે, જો કે અમરેલીના એક ભણેલા યુવકે એવી સફળ ખેતી કરી કે તે આજે લાખો નહીં પરંતુ કરોડો રૂપિયાની આવક મેળવી રહ્યો છે. તો આ યુવકે એવી તે કઇ ખેતી કરી, આવો વિગતે જાણીએ..
આ વાત છે. સાવરકુંડલાની ભાગોળે આવેલા આઠવી ગામની, અહીં MCA એટલે કે કોમ્પ્યુટરમાં ડિગ્રી પ્રાપ્ત કરેલો એક યુવક રહે છે, આ ગામમાં અનેક વ્યક્તિઓ હાલ નર્સરી કરી અને લાખોની કમાણી કરી રહ્યા છે ત્યારે આજથી 40 વર્ષ પહેલા આ ગામની અંદર નર્સરીની શરૂઆત કરવામાં આવી હતી. ખાસ કરીને કેસર કેરીના આંબાના રોપવાની શરૂઆત કરવામાં આવી હતી. 35 વીઘા જમીનની અંદર તૈયાર કરવામાં આવેલી નર્સરીમાં હાલ બે લાખથી પણ વધારે રોપા તૈયાર કરવામાં આવ્યા છે. અને આગામી સમયની અંદર એટલે કે આવતા વર્ષે આ ચાર લાખથી પણ વધુ આંબાના કેસર કેરીના રોપા તૈયાર કરવામાં આવશે. કોમ્પ્યુટરમાં ડિગ્રી મેળવેલા એક યુવકે નોકરી છોડી નર્સરીની ખેતી શરૂ કરી હતી, જેમાં તે આજે લાખો નહીં પરંતુ કરોડો રૂપિયાની આવક મેળવી રહ્યો છે.
એમ સી એ કરેલા હિરેન કાછડીયાએ ખેતી કરી મેળવી કરોડોની કમાણી
અમે વાત કરી રહ્યાં છીએ સાવરકુંડલા તાલુકાના ભાગોળે આવેલા છેવાડાના ગામ આઠવી ગામની અંદર ખેડૂતો દ્વારા વર્ષોથી આંબાનો સંવર્ધન કરી અને કેસર કેરીનો રોપા તૈયાર કરી ઉછેર કરી અને વેચાણ કરવામાં આવે છે ત્યારે આજથી 40 વર્ષ પહેલા આ ગામની અંદર આંબાનું સંવર્ધન કરી અને કેસર કેરીના રોપા તૈયાર કરવાની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે એમસીએ કરેલા યુવક કે વાત કરતાં જણાવ્યું હતું કે જેઓ દ્વારા એમસીએ નો અભ્યાસ પૂર્ણ થતા સુરત ખાતે પ્રિન્ટિંગનું કામ કરવાની શરૂઆત કરી હતી. જેવો દ્વારા સાત વર્ષ સુધી આ સુરતમાં પ્રિન્ટિંગ પ્રેસનું કામ કર્યું હતું અને બાદમાં પોતાના માધરે વતન ખાતે પિતાની 35થી વધુ વીઘા જમીન આવેલી હોય જેથી જેવો સાથે કામ કરવાનો એક સંકલ્પ કર્યો. અને સાથે જ દ્રઢ સંકલ્પ કરી અને ખેતી કરવાની શરૂઆત કરી હતી.
આ યુવકે ન્યુઝ 18 લોકલ સાથે વાત કરતા જણાવ્યું હતું કે જેવો અભ્યાસ બાદ નોકરી ધંધો કરી અને ખેતી કરવાનો મુખ્ય હેતુ એ હતો કે આજના યુવાનો નોકરીમાં વધુ ફોકસ કરી રહ્યા હોય છે પરંતુ એવું નથી કે નોકરીથી જ શ્રેષ્ઠ થઈ શકાય અથવા વધુ આવક મેળવી શકાય ખેતી એવી વસ્તુ છે કે જેની અંદરથી લાખોની કમાણી કરી શકાય છે અંતથી અને દિલથી ખેતી કરવાથી લાખોની અને કરોડોની કમાણી કરી શકવાનું એક પોતે ઉદાહરણ હોવાનું પણ જણાવ્યું હતું અને જે હોય એ આજે ચાર લાખથી વધુ આંબાના રોપાનું ઉત્પાદન મેળવ્યું છે અને જેવો આવતા વર્ષ સુધીમાં 1.5 કરોડથી પણ વધુની આવક મેળવવા છે જેવું જણાવ્યું હતું