Home /News /amreli /અમરેલી: 'મા તે મા બીજા બધા વગડાના વા', સિંહણની મમતાનો વીડિયો વાયરલ

અમરેલી: 'મા તે મા બીજા બધા વગડાના વા', સિંહણની મમતાનો વીડિયો વાયરલ

Viral video of a lioness: માતા જે રીતે બાળકનનું રક્ષણ કરે તે રીતે સિંહણ પોતાના સિંહબાળને બચાવવા માટે રોડ ઉપરથી દૂર ખસેડી રહી છે, વીડિયો વાયરલ

Viral video of a lioness: માતા જે રીતે બાળકનનું રક્ષણ કરે તે રીતે સિંહણ પોતાના સિંહબાળને બચાવવા માટે રોડ ઉપરથી દૂર ખસેડી રહી છે, વીડિયો વાયરલ

    અમરેલી: કહેવાય છે ને 'મા તે મા બીજા બધા વગડાના વા', આવી જ એક ઘટના અમરેલી-રાજુલાના રામપરા ગામમાં જોવા મળી છે. અહીં માર્ગ પર સિંહબાળ સાથે સિંહણનો વાયરલ વીડિયો સામે આવ્યો છે. રામપરા વિસ્તારમાં સિંહબાળ અને સિંહણ લટાર મરતા જોવા મળી રહ્યા છે. માતા જે રીતે બાળકનનું રક્ષણ કરે તે રીતે સિંહણ પોતાના સિંહબાળને બચાવવા માટે રોડ ઉપરથી દૂર ખસેડી રહી છે. આ વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

    સિંહણ પોતાના સિંહબાળને બચાવવા માટે રોડ ઉપરથી દૂર ખસેડી રહી છે

    અમરેલી-જૂનાગઢથી સિંહોના અનેક વીડિયો સામે આવતાં હોય છે, ક્યારેક રસ્તા-શેરીઓમાં સિંહની લટાર તો ક્યારેક શિકારના વીડિયો જોવા મળતાં હોય છે, પરંતુ આ વખતે સામે આવેલા વીડિયોાં માની મમતા જોવા મળી રહી છે. અમરેલી-રાજુલાના રામપરા ગામના માર્ગ ઉપર સિંહબાળ સાથે સિંહણનો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે, રામપરા વિસ્તારમાં બાળસિંહ, સિંહણ પરિવાર માર્ગ ઉપર લટાર મારી રહ્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે, સિંહણ પોતાના સિંહબાળને બચાવવા માટે રોડ ઉપરથી દૂર ખસેડી રહી છે. આમ, હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.


    આ પણ વાંચો: કારમાંથી મળી આવ્યા 75 લાખ રોકડા, કોંગ્રેસનું પ્રચાર સાહિત્ય પણ મળ્યું!

    સિંહણની મમતા થઇ રહી છે વાયરલ

    હાઇવે પર સિંહોની લટાર જોખમી બની શકે છે. રાતના અંધારામાં આવતાં વાહનો સિંહો માટે મુશ્કેલી ઉભી કરી શકે છે અને તેઓ વાહનોની અડફેટે ચડી શકે છે. આવામાં જાણે સિંહણ પણ આ વાત જાણતી હોય અને પોતાના બાળકોની ચિંતા હોય તેમ તે પોતે જ સિંહ બાળને બચાવવા માટે રોડ પરથી દૂર ખસેડી રહી છે. સિંહણની મમતાનો આ સુંદર વીડિયો લોકોને ગમી રહ્યો છે અને સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઇ રહ્યો છે.
    First published:

    Tags: Gujarat News, Latest viral video, Lions