Home /News /amreli /Amreli: ધોરણ 10 ભણેલા ખેડૂત 1 વર્ષમાં 1 કરોડની કમાણી કરશે, આટલા કમાઇ લીધા

Amreli: ધોરણ 10 ભણેલા ખેડૂત 1 વર્ષમાં 1 કરોડની કમાણી કરશે, આટલા કમાઇ લીધા

X
આંબા

આંબા ની કલમ નો કરે છે રાજસ્થાન માં નિકાસ 

ધોરણ 10 સુધી ભણેલા સાવરકુંડલનાં વાશિયાળીનાં નિકુંજભાઇ ગજેરાએ વર્ષ એક કરોડની કમાણી કરશે. ખેડૂતે એક લાખ આંબાની કમલનું વાવેતર કર્યું છે. તેમજ 30 હજાર કલમનું વેચાણ થયું છે. જેમાંથી લાખોની કમાણી થઇ છે.

Abhishek Gondaliya, Amreli: યુવાનો ખેતી છોડી શહેર તરફ જઈ રહ્યાં છે. તેમજ સરકારી નોકરી મેળવવા પ્રયાસ કરે છે. શહેરમાં આવ્યા પછી પણ મર્યાદિત આવક જ રહે છે.બીજી તરફ અનેક યુવાનો ખેતી કરી વર્ષે લાખો રૂપિયાની પરંતુ કરોડો રૂપિયાની કમાણી કરે છે, જે સામાન્ય બિઝનેસમેન કે ઉચ્ચ અધિકારી કરતા પણ વધુ કામણી છે.

આવા જ એક યુવાન નિકુંજભાઈ ગજેરા આંબાની કલમમાંથી કરોડ રૂપિયાની કમણી કરશે. અત્યાર સુધીમાં નિકુંજ ભાઈએ 30 હજાર કલમનું વેચાણ કર્યું છે.જેમાંથી લાખોની કમાણી થઇ છે. હજુ એક લાખ આંબાની કલમનું વેચાણ કરશે. જેમાંથી કરોડ રૂપિયાની આવક થવાની આશા છે.

માત્ર 10 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે

અમરેલી જિલ્લાનાં સાવરકુંડલનાં વાશિયાળી ગામનાં નિકુંજભાઇ ગજેરાએ ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો છે. પહેલા તેઓ સુરત વ્યવસાય કરતા હતાં.સુરતમાં વ્યવસાય છોડીને પોતાનાં વતન વાશિયાળી ગામે આવ્યાં હતાં અને ખેતી કરવા લાગ્યા હતાં. ખેતીમાં આંબાની કલમ વાવે છે. આ કમલ ખેડૂતોને વેચે છે.

એક કલમનાં 100 થી લઇને 500 રૂપિયા મળે છે

નિકુંજભાઇ ગજેરાએ જણાવ્યું હતું કે, પહેલા સુરત વ્યવસાય કરતા હતાં અને વ્યવસાય છોડી અને ગામમાં આવ્યા પિતાનેખેતીમાં મદદ કરી હતી.પોતાની જમીનમા આબાની કલમ કરવાનું નક્કી કર્યું હતું.ચાલુ વર્ષે 30 હજાર કલમ વેચાણ કર્યું હતું. કલમનો સાઈઝ મુજબ 100 થી 500 રૂપિયા ભાવ મળે છે. ખેતરમાં એક લાખ કલમ તૈયાર કરી છે. એક વર્ષમાં વેચાઇ જશે. એક કરોડ રૂપિયાની આવક થશે.
First published:

Tags: Amreli News, Farmer in Gujarat, Local 18

विज्ञापन