Home /News /amreli /Amreli: એવું તે શું બન્યું કે આ જિલ્લાના ગામડાઓ બન્યા સુમસામ, લોકો ઘર છોડી જતાં રહ્યાં!

Amreli: એવું તે શું બન્યું કે આ જિલ્લાના ગામડાઓ બન્યા સુમસામ, લોકો ઘર છોડી જતાં રહ્યાં!

X
શું

શું કામ થઈ રહ્યું છે ગામડું ખાલી ગામડાના ડેલાઓને લાગ્યા મોટા તાળા

ગામડા ભાંગી રહ્યા છે. લોકો ગામડા છોડી શહેર તરફ વળ્યાં છે. અમરેલીના સાવરકુંડલામાં અનેક ગામડા ખાલી થઇ ગયા છે. ગામડા ખાલી થવા પાછળ પાણી, શિક્ષણ અને ઔદ્યોગિક વસાહતનો અભાવ માનવામાં આવી રહ્યું છે.

Abhishek Gondaliya Amreli: અમરેલી જિલ્લામાં ગામડા ખાલી થવા લાગ્યો છે. ગામડામાં મોટાભાગના વસતા લોકો હવે શહેર તરફ વળ્યા છે.અમરેલી જિલ્લામાં ઔદ્યોગિક વસાહતની સમસ્યાઓ, ગ્રામીણ વિસ્તારમાં આવેલી ખેતીવાડીમાં પિયતના પાણીનો પ્રાણ પ્રશ્ન અને શિક્ષણના પ્રશ્ને લોકો ગામડા છોડી રહ્યા છે.

પાણી,ઔદ્યોગિક વસાહતનો અભાવ

સાવરકુંડલાના સામાજિક કાર્યકર ચિરાગ હિરપરાએ જણાવ્યું હતું કે,હાલ અમરેલી જિલ્લાના ગામડાઓમાં વસવાટ કરતા લોકો હવે શહેર તરફ વળી રહ્યા છે .ગામડામાં અનેક શેરીઓ સુમસાન જોવા લાગી છે. લાખો રૂપિયાના બનાવેલા મકાનોને તાળાઓ લાગી ગયા છે.હાલ સાવરકુંડલા, રાજુલા, અમરેલી જિલ્લામાં આવતા ગ્રામીણ વિસ્તાર કે શહેરી વિસ્તારની અંદર ઔદ્યોગિક વસાહતનો અભાવ છે. લોકોને રોજગારીનો અભાવ છે.જેથી લોકો હવે ગામડું છોડી અને શહેર તરફ વળ્યા છે.

મુખ્યત્વે સાવરકુંડલાની ભાગોળે ખારોપાટ આવેલો છે કે જ્યાં પાણી ખારું છે. જે એક ભોગોલિક સમસ્યા છે. જેના કારણે અનેક લોકોએ ગામ છોડી દીધું છે.ખેતીવાડીના પિયત માટેનો ખૂબ જ પ્રાણ પ્રશ્ન કહેવાય છે કે અહીં વસવાટ કરતા ખેડૂતો ચોમાસા દરમિયાન એક જ સીઝન લે છે. માત્ર એક જ પાક લઈ શકે છે અને અહીં કોઈપણ પ્રકારની પિયત કે સિંચાઈ યોજના નથી. પાક ઉત્પાદનની સમસ્યાઓ આવેલી છે.પાક ઉત્પાદનમાં ઘટાડો થયો છે. જે

18 ગામડામાં માટે કોલેજ નથી

સિમરનના પૂર્વ સરપંચ ભરતભાઈએ જણાવ્યું હતું કે, ગ્રામીણ વિસ્તાર અને જમીનના પાણીની સમસ્યા હોવાથી મુખ્ય ગામડાના લોકોને રોજગારી પ્રાપ્ત થતી નથી. અમરેલી જિલ્લામાં એવો કોઈ ઔદ્યોગિક વસાહત નથી,જેથી સહેલાઈથી રોજગારી મળી શકે.વંડા અને આજુબાજુના 17 થી 18 ગ્રામીણ વિસ્તારમાં વસવાટ કરતા વિદ્યાર્થીઓને અભ્યાસ માટે કોલેજ નથી. જેથી મોટાભાગના વિદ્યાર્થીઓ શહેરમાં તરફ અભ્યાસ માટે જાય છે અને સાથે વાલીઓ પણ જાય છે.
First published:

Tags: Local 18, અમરેલી