Home /News /amreli /Amreli: આ છે સૌરાષ્ટ્રનું 'પા' ગામ, અહીં મહિલાઓ જાણીતી છે ચરખા કામ માટે!

Amreli: આ છે સૌરાષ્ટ્રનું 'પા' ગામ, અહીં મહિલાઓ જાણીતી છે ચરખા કામ માટે!

મહિલાઓ દ્વારા ઘરકામની સાથે એક મહિનામાં 3000 થી 5000 ની આવક મેળવે છે

પા ગામની અંદર મહિલાઓ દ્વારા રેંટીઓ કાતી ઘરબેઠા રોજગારી મેળવી રહી છે, મહિલાઓ દ્વારા ગૃહકાર્ય પૂર્ણ કર્યા બાદ રૂમમાંથી દોરા બનાવવાનો રેંટીયો કાથી અને તૈયાર કરે છે દોરા અને મેળવે છે હજારોની કમાણી

Abhishek Gondaliya Amreli. વંડા અને જેસર વચ્ચે આવેલું છે આ પા ગામ, આ ગામની અંદર 41 જેટલી મહિલાઓ અંદર ચરખા ચલાવી રોજગારી મેળવે છે  જેસરના કાત્રોડી ગામમાં પાંચ જેટલી મહિલાઓ ઘરકામની સાથે અમર ચરખા કાંતિ અને મેળવે છે. રોજગારી વર્ષોથી ખાદીનું ચલણ આપણા ગુજરાતની અંદર રહેલું છે.  અને અનેક વિસ્તારની અંદર ખાદીનું વેચાણ પણ થાય છે. જ્યારે ખાદી તૈયાર કરવા માટે પ્રથમ રૂમાંથી દોરા બનાવવામાં આવે છે જે આ પા ગામની મહિલાઓ દ્વારા બનાવવામાં આવે છે. અંબર ચરખા દ્વારા પૂર્ણિમાથી દોરા બનાવવાનું કામ કરવામાં આવે છે. અને ત્યારબાદ આ દોરા વંડા ગામની અંદર વણાટ શાળાની અંદર મોકલવામાં આવે છે જ્યાં મહિલાઓ દ્વારા વણાટ કામ કરે અને તૈયાર કરવામાં આવે છે ખાદીનું કાપડ.

41 મહિલાઓ ઘરકામ સાથે મેળવે છે 3,000 થી 5000 ની કમાણી

આજે આપણે વાત કરવી છે જેસર અને વંડા વચ્ચે આવેલા પા ગામ પા ગામની અંદર 41 જેટલી મહિલાઓ વર્ષોથી કરે છે રેંટિયો કાંતિ અને કમાણી મહિલાઓ દ્વારા સવારથી સાંજ સુધી પોતાના ગૃહકાર્ય ની અંદર જોડાયેલી હોય છે સાથે જ મહિલાઓ દ્વારા ગૃહકાર્યપૂર્ણ થતાં પોતાના પતિને ખંભે ખંભા મિલાવી અને આવકના સ્ત્રોત માટે મહિલાઓને અન્ય વ્યક્તિના ખેતરમાં કે અન્ય જગ્યા પર રોજગારી મેળવવા માટે ન જવું પડે જેને લઇને ઘર પર બેસી અને સહેલાઈથી રોજગારી મળી રહે જેવો એક સ્ત્રોત છે અંબર ત્રાંંક રેટિયા.



આ રેંટીઓ કરતી અને મહિલાઓ દ્વારા એક મહિનાની અંદર 3,000 થી 5000 રૂપિયા સુધીની કમાણી કરવામાં આવે છે. જે પતિના ખંભે ખંભો મિલાવી અને કાર્ય કરે છે.  સાથે જ મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવતા રૂ માંથી દોરાને વંડા ખાદી ગ્રામ ઉદ્યોગ આવેલો છે જ્યાં મહિલાઓ દ્વારા આપવામાં આવે છે ત્યાંથી તેઓને રોજગારી પેટે માનવ વેતન આપવામાં આવે છે અને આ માનદવેતન પહેલા રોકડમાં આપવામાં આવતું હતું અને હવે ટેકનોલોજીના યુગ આવતા મહિલાઓના બેન્ક ખાતાની અંદર વેતન જમા કરાવવામાં આવે છે અને મહિલાઓ સહેલાઈથી કરી રહી છે આ રેંટીયો કાથી કમાણી અને અનેક મહિલાઓને પ્રેરણા આપતા 41 જેટલી મહિલાઓ હાલ એક ગામની અંદર કરી રહી છે કામ
First published:

Tags: Local 18, અમરેલી, મહિલા