રાજુલાનાં ચાંચબંદરનાં દરિયા કિનારે ભાવનગરનાં મહારાજ કૃષ્ણકુમારસિંહજીએ વિજય મહેલ બંધાવ્યો હતો. આ મહેલ હવા મહેલ તરીકે પણ ઓળખાય છે. એક સમયે ચાંચબંદરનું દેશ-વિદેશ સાથે જોડાણ હતું.
Abhishek Gondaliya, Amreli: રાજુલાના ચાંચબંદર ખાતે આવેલ હવા મહેલ જે વિજય મહેલ તરીખે પણ ઓળખાય છે. આ મહેલનું ભાવનગરના મહારાજ કૃષ્ણકુમારસિંહજીના હસ્તે ખાતુમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને ભવ્ય વિજય મહેલ બનાવવામાં આવ્યો હતો. આ વિજય મહેલ ઐતિહાસિક ધરોહર છે.
એક સમયે ચાંચબંદરનું દેશવ-વિદેશ સાથે જોડાણ હતું
રાજુલા તાલુકાના ચાંચબંદર એક વખત દુનિયાના દેશો સાથે ધમધમતું હતું.ત્યારે 1800 પાદરના ધણી મહારાજા પર કૃષ્ણકુમારસિંહજીએ બાબરિયાવાળની દરિયાકાંઠે એક અજાયબી જેવો વિજય મહેલની રચના કરવાનું ખાતુમુહૂર્ત કર્યું હતું. લાખો રૂપિયાના ખર્ચે અતિ આકર્ષિત વિજય મહેલ અરબી સમુદ્રના કાંઠે હવા મહેલની રચના કરી હતી. જેની દેશ વિદેશથી લોકો મુલાકાતે આવતા હતાં.
મહેલ બે નામથી ઓળખાઇ છે
આજે વિજય મહેલ હાલ યથાવત છે.અહીં હજારોની સંખ્યામાં લોકો મહેલ જોવા માટે આવે છે આ મહેલને બે નામથી ઓળખવામાં આવે છે. જેમાં પ્રથમ નામ વિજય મહેલ અને બીજું નામ છે હવા મહેલ તરીકે પણ લોકો ઓળખે છે.
પ્રી-વેડિંગ પણ કરવા માટે આવે
જાહોજલાલી અને સ્થાપત્ય કલાનો આ શ્રેષ્ઠ ઉદાહરણ પણ ગણવામાં આવે છે. સાથે જ અહીં અનેક કપલ પોતાના લગ્નનું માટે પ્રી-વેડિંગ પણ કરવા માટે આવે છે. ખૂબ જ આકર્ષિત આ હવા મહેલ છે. આ મહેલનો આકાર મુગટ જેવો છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજી સહેલગાહે આવતા હતાં.