Abhishek Gondaliya. Amreli. અમરેલી જિલ્લાના ધારી વિસ્તારની અંદર ખૂબ જ વસવાટ છે. જેથી અનેક વખત સિંહના વિડીયો વાયરલ થયા છે. ક્યાંક સિંહ મારણ હોય એવા વિડિયો વાયરલ થયા છે. તો અનેક જગ્યાએ રોડ રસ્તા ઉપર થી પસાર થતા સિંહ પરિવારના વિડીયો વાયરલ થયા છે. આજે ધારી વિસ્તારની અંદર આવેલા ગ્રામીણ વિસ્તારની નદીમાં સિંહનો એક અદભુત વિડીયો વાયરલ થયો હતો. આ વિડીયો સ્થાનિક વ્યક્તિ દ્વારા પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો અને હાલ ગીર વિસ્તારની અંદર આ સિંહ નો વિડીયો ખૂબ જ વાયરલ થયો છે.
ધારંગણી ગામ પાસે આવેલી છેલ નદી ની અંદર બે સિંહ નદીના વહેતા પાણીમાં પાણી પીતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો અમરેલી જિલ્લાના ધારી ગીરના ધારંગણી ગામની નદી ની અંદર વહેતા પ્રવાહની વચ્ચે એક સિંહ પાણી પીતો તો સાથે બીજો સિંહ કાંઠા પર બેસી અને પાણી પીતો હોવાનો વિડિયો કેમેરામાં કેક થયો હતો.
ધારી ગીર વિસ્તારની અંદર આમ તો સિંહ રાત્રિના સમયે વધારે જોવા મળતા હોય છે. પણ આ આજે એક અદભુત નજારો જોવા મળ્યો હતો બે પાટણા સિંહો નદીના વહેતા પાણીના વહેણમાં પાણી પીવા ઉતર્યા હતા. વહેણમાં તૃષા છીપાવી વનરાજાઓ પરત પાછા જંગલ તરફ વળ્યા હતા આ સમગ્ર ઘટના સ્થાનિક વ્યક્તિ દ્વારા મોબાઇલમાં કેદ કરવામાં આવી હતી ગીર વિસ્તારની અંદર તેમજ આજુબાજુના વિસ્તારમાં સિંહનું સામ્રાજ્ય જોવા મળે છે.