Abhishek Gondaliya, Amreli: અમરેલી જિલ્લામાં સિંહની સંખ્યામાં વધારો થયો છે. સિંહની લટાર હવે જિલ્લામાં સામાન્ય બની ગઈ છે. જંગલ છોડી વનરાજ હવે ગામડાની શેરીએથી લઇને દરિયા કિનારે પહોચ્યા છે. આજે ધારી વિસ્તારમાં સિંહનો વીડિયો વાયરલ થયો છે.
સિંહ વાછરડીનું મારણ કર્યું ગીર વિસ્તારમા આવેલ ધારી તાલુકાના ગ્રામીણ વિસ્તાર નાની ધારી ગામ મુખ્ય બજારમાં સિંહે કર્યું છે. મારણ વીડિયો વાયરલ થયો છે. જંગલ છોડીને સિંહ ગામડાની શેરીઓમાં પહોચ્યા છે. નાની ધારી ગામે એક સિંહે પશુનું મારણ કર્યું હતું.
ભૂતકાળામાં અકસ્માતની ઘટનાઓ બની છે
સિંહ જંગલ છોડી અને હવે દરિયા કિનારા સુધી પહોંચ્યા છે. આ પહેલા દરિયાના કિનારે સિંહ પેટ્રોલિંગ કરતો હોય તેવો વીડિયો વાયરલ થયો હતો. દરિયા સુધી સિંહ આવતા પ્રકૃતિ પ્રેમીમાં નિરાશા જોવા મળી છે. રોડ ઉપર અવારનવાર સિંહના વીડિયો વાયરલ થતા હોય છે. અનેક વખત ભૂતકાળમાં સિંહના અકસ્માતો પણ બન્યા છે.
સિંહનાં આવી ચઢયાની અનેક ઘટના બને છે જિલ્લામાં સિંહોની સંખ્યામાં વધારો થયો છે. જાફરાબાદ, ઉના દરિયાકાંઠે ખાડી વિસ્તારમાં દિવસે લટાર મારતા સિંહ જોવા મળ્યાં હતા. કોવાયા વિસ્તારમાં કંપનીના પાર્કિંગમાં પણ સિંહ શિકારની શોધમાં પહોંચી ગયા હતાં. અહીં સિહોને શિકાર નિયમિત નહીં મળતો હોવાને કારણે આમથી તેમ ભટકી રહ્યા છે.