Abhishek Gondaliya, Amreli. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના રામપરા ગામે મધરાત્રે પાંચ સિંહનો ટોળું ઘૂસી આવતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયલ હતો. અમરેલી જિલ્લાના 11 તાલુકાની અંદર સિંહો વસવાટ કરી રહ્યા છે.જ્યારે કોસ્ટન બેલેટ વિસ્તારની અંદર આવેલા ગ્રામીણ વિસ્તારોમાં પણ સિંહનો વસવાટ કરતા હોય છે અને જેવોનો અવારનવાર કોસ્ટન બેલેટના ગ્રામીણ વિસ્તારની અંદર સિંહનો વીડિયો વાયરલ થયેલા ઘટનાઓ અનેક વખત સામે આવી છે.
ત્યારે આજે રામપરા ગામ ખાતે મધ્ય રાત્રે ગામની બજારોની અંદર પાંચ સિંહ આવી ચડિયા હતાં. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.હાલ અમરેલી જિલ્લાના ગીર વિસ્તારની અંદર આ રામપરા ગામમાં આવેલા સિંહનો વિડીયો વાયરલ થયો છે.
સિંહની સંખ્યાઓમાં હાલ અમરેલી જિલ્લાની અંદર વધારો જોવા મળી રહ્યો છે. સિંહની સંખ્યા વધતાની સાથે જ ગ્રામીણ વિસ્તારની અંદર સિહ શિકારની શોધમાં આવી ચડતા હોય છે. થોડા દિવસો પૂર્વે જ રાજુલા તાલુકાના આગરીયા ગામે સિંહ દ્વારા વાછરડીનું મારણ કરવામાં આવ્યું હતું.
વીડિયો વાયરલ થયો હતો ત્યારબાદ મધ્ય રાત્રે રામપરા ગામે શિકારની શોધમાં એક સાથે પાંચ સિંહ આવી ચડ્યા હતા. ગીર વિસ્તારના ગ્રામીણ વિસ્તારોમાં હાલ સિંહના આંટાફેરા વધી રહ્યા છે, સાથે સિંહની સંખ્યામાં વધારો થતા સિંહ પ્રેમીમાં આનંદની લાગણી છવાઈ છે. વન વિભાગ દ્વારા રાત્રિના સમયે સઘન પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે અને પૂર્તતા સાથે જ સિંહની સંભાળ રાખવામાં આવી રહી છે.