બે સિંહ બાળ બસ પાસે આવી જતા લોકો માં ગભરાટ થયો હતો
ધારી સફારી પાર્કમાં પ્રવાસીઓની બસને સિંહ અને સિંહબાળએ ઘરી લીધી હતી. તેમજ સિંહ બે પગ ઉચા કરી બસમાં નિહાળતો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં હતાં. સામાન્ય રીતે આફ્રિકામાં આવા દ્રશ્યો જોવા મળતા હોય છે.
Abhishek Gondaliya, Amreli: અમરેલીના ધારી સફારી પાર્કમાં આફ્રિકા જેવા દ્રશ્યો સર્જાયાહતાં. સફારી પાર્કમાં સિંહનો મસ્તી કરતો વિડીયો વાયરલ થયો છે. મુલાકાતિઓની બસની એકદમ નજીક બાળ સિહો આવી પહોંચ્યા હતાં. ધારી પાસે સુંદર સફારી પાર્ક આવેલું છે.
સફારી પાર્કમાં સિંહ દર્શન કરવા લોકો આવતા હોય છે. સફારી પાર્કમાં સિંહ પાર્કની બસની નજીક આવી પહોંચ્યા હતાં. બાળ સિંહો અને બાળકો એકબીજાની ઘણી જ નજીક જોવા મળી રહ્યા હતાં. ધારી સફારી પાર્કમાં પર્યટકોની મીની બસને બે સિંહબાળએ ઘેરી વળ્યા હતા. આ વિડીયો સ્થાનિક વ્યક્તિએ મોબાઇલમાં કેદ કર્યો હતો.
સિંહ પ્રવાસીઓની બસ સુધી પહોચી ગયો
પ્રવાસીઓની બસની આગળ સિંહે બે પગે ઊભા થઈ અને બસમાં તપાસ કરતા હોય તેવું દ્રશ્યોમાં કેદ થયા હતાં.વીડિયોમાં સિંહ અને માનવ વચ્ચે છેલ્લા ઘણા સમયથી ઓળખાણ હોય એવો ભાવ જોવા મળ્યો હતો. સિંહ ભાગ્ય જ માનવ વ્યક્તિ ઉપર હુમલો કરતા હોય છે.