Home /News /amreli /Amreli: શું તમે ગોળની ચા પીધી? આ ખેડૂતે કરી એવી કમાલ કે દૂરદૂરથી લોકો જોવા આવે છે!

Amreli: શું તમે ગોળની ચા પીધી? આ ખેડૂતે કરી એવી કમાલ કે દૂરદૂરથી લોકો જોવા આવે છે!

X
સાવરકુડલાનાં

સાવરકુડલાનાં કરજાળાનાં ખેડૂત ધીરુભાઇ રાબડો ચલાવે છે અને શેરડીમાંથી દેશી ગોળ બનાવે છે. આ ગોળમાં દવાનો ઉપયોગ કરવામાં આવતો નથી. ગોળની ખુબ જ માંગ રહે છે.

સાવરકુડલાનાં કરજાળાનાં ખેડૂત ધીરુભાઇ રાબડો ચલાવે છે અને શેરડીમાંથી દેશી ગોળ બનાવે છે. આ ગોળમાં દવાનો ઉપયોગ કરવામાં આવતો નથી. ગોળની ખુબ જ માંગ રહે છે.

Abhishek Gondaliya, Amreli: દેશી ગોળની ભારે માંગ છે. દેશી ગોળ દવા વગરનાં હોવાથી ખાવાવાળા વર્ગની માંગ વધુ રહે છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના કરજાળા ગામે ખેડૂતો ગોળ બનાવી અને ગોળનું વેચાણ કરે છે. ઓર્ગેનિક ગોળની ખૂબ જ માંગ છે. કરજાળા ગામના ખેડૂત ધીરુભાઈ 1,000 મણ ગોળનું વેચાણ કર્યું છે

દેશી ગોળની ચા પણ બને છે



ધીરુભાઈએ જણાવ્યું હતું કે, મેં ચાર ધોરણ સુધી અભ્યાસ કર્યો છે અને મારી પાસે છ  વીઘા જમીન છે . દસ વર્ષથી ગોળ બનાવવાનું કામ કરું છું. તેમજ ગોળનો રાબડો ચલાવું છું. ખેડૂતોની શેરડી ખરીદી ગોળ બનાવીએ છીએ. ગોળ બનાવતી વખતે દવાનો ઉપયોગ કરવામાં આવતો નથી. દવા વીનાનો ગોળ હોય છે. આ ગોળ બારેમાસ સાચવી શકાય છે. તેમજ દેશી ગોળમાં ચા પણ બનાવી શકાય છે.

20 કિલો ગોળનો ભાવ રૂપિયા 1300 રૂપિયા મળે છે



કરજાળા ગામે વાડીમાં ધીરુભાઈ દ્વારા ગોળ તૈયાર કરવામાં આવે છે. લોકો ગોળ લેવા માટે પડા પડી કરે છે. કરજાળાથી સુરત, અમદાવાદ સહિતના શહેરી વિસ્તારની અંદર લોકો ગોળ લઈ જાય છે. 20 કિલો ગોળનાં 1300 રૂપિયા ભાવ મળે છે.

દેવ દિવાળી બાદ રાબડા શરૂ થાય છે



શેરડીનું વાવેતર કરતાં ખેડૂતો માટે દેશી ગોળના રાબડા આશીર્વાદરૂપ બન્યા છે. કરજાળા સહિતના વિસ્તારોમાં ગોળ બનાવવાના રાબડા દેવ દિવાળી બાદ શરૂ થાય છે અને જે હોળી ધુળેટી સુધી ગોળ બનાવવામાં આવે છે.
First published:

Tags: Amreli News, Jaggery, Local 18

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો