અમરેલી જિલ્લામાં ડીજેની માંગ વધી છે.તેમજ ચૂંટણીમાં ગામડામાં ચૂંટણી પ્રચારમાં ડીજેનો ઉપયોગ વધ્યો છે અને ભાવમાં પણ વધારો થયો છે. એક કલાકના 1500 થી 2000 રૂપિયા લેવામાં આવી રહ્યા છે.
Abhishek Gondaliya. Amreli:અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં લગ્નનો માહોલ જામ્યો છે. લગ્નની સાથે ચૂંટણીનો ધમધમાટ પણ ચાલી રહ્યો છે.ચૂંટણી અને લગ્નની સિઝનમાં ડીજે સાઉન્ડ સિસ્ટમનો ખૂબ જ ઉપયોગ થવા લાગ્યો છે,જેને લઈને સાઉન્ડ સિસ્ટમના ભાવોમાં ધરખામાં વધારો નોંધાયો છે. ગ્રામીણ વિસ્તારમાં ડીજે સંચાલકો દ્વારા નોર્મલ ભાવ રાખે અને સાઉન્ડ વગાડવામાં આવે છે. એક કલાકના 1500 થી 2000 રૂપિયા લેવામાં આવી રહ્યા છે.
ગ્રામ્ય વિસ્તારમાં પ્રચારમાં ડીજેનો ઉપયોગ
સાવરકુંડલાના ગ્રામીણ વિસ્તારના શ્રીરામ સાઉન્ડ એન્ડ મંડપ સર્વિસના પ્રોપરાઈટર વસંત દાસ ગોંડલીયાએ જણાવ્યું હતું કે, હાલ ચૂંટણીનો માહોલ છે અને પાર્ટીઓ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં પ્રચારમાં ડીજેનો ઉપયોગ કરે છે. તેમજ લગ્નની સીઝનનો માહોલ છે. લગ્નની સીઝન અને ચૂંટણીના માહોલ વચ્ચે ડીજે સાઉન્ડના ભાવમાં વધારો નોંધાયો છે. સામાન્ય માણસોને પરવડે તેવા ભાવમાં ગ્રામીણ વિસ્તારમાં ડીજે સંચાલકો દ્વારા રાખવામાં આવ્યા છે.
ત્રણ કલાકના 5000 થી 6000 રૂપિયા આવ્યો છે. સામાન્ય લોકોને લગ્નમાં ડીજે વગાડવું થોડું સરળ બન્યું હતું જ્યારે ચૂંટણીમાં પ્રતિ દિવસે હજારો રૂપિયાનો ભાવ આપવામાં આવતા અનેક જગ્યાએ ઓર્ડરો રદ થયા છે. ઉલ્લેખનીય છે કે ચૂંટણી અને લગ્ન સીઝન એક સાથે આવતાં ડીજેથી લઇને ફૂલવાળા, મંડપવાળા, સહિતના ધંધાર્થીઓને ભારે આવક થઇ રહી છે.