Home /News /amreli /Amreli: સિંહની એન્ટ્રી થતા વાહનોની લાગી ગઈ કતાર, જુઓ Video

Amreli: સિંહની એન્ટ્રી થતા વાહનોની લાગી ગઈ કતાર, જુઓ Video

X
શિકારની

શિકારની શોધમાં બે સિંહ હાઇવે ઉપર આવી ચડતા લોકોમાં ભય

જાફરાબાદ પાસેથી પસાર થતાં સોમનાથ -ભાવનગર નેશનલ હાઈવે પર બે સિંહ આવી ચડ્યા હતા. પરિણામે વાહનો ઉભા રહી ગયા હતા. અચાનક સિંહ આવતા વાહન ચાલકોને વાહન રોકવાની ફરજ પડી હતી. બાદ બન્ને સિંહ રોડ ક્રોસ કરી જતા રહ્યા હતા.

Abhishek Gondaliya, Amreli: અમરેલી જિલ્લાના 11 તાલુકામાં હવે સિંહ વસવાટ કરી રહ્યા છે. સિંહ અનેક વખત ગ્રામીણ વિસ્તારમાં શિકારની શોધમાં સિંહ આવી ચડતા હોય છે અને સિંહના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે. ત્યારે આજે વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.સોમનાથ - ભાવનગર નેશનલ હાઇવે પર બે સિંહ લટાર મારતા કેમેરામાં કેદ થયા છે.

અચાનક વાહનો ઉભા રહી ગયા


જાફરાબાદ પાસેથી પસાર થતાં સોમનાથ -ભાવનગર નેશનલ હાઈવે પર બે સિંહ આવી ચડ્યા હતા. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.વાવ મીઠાપુર ગામ પાસે મધ્ય રાત્રે રોડ ઉપર વાહનો ધમધમાટ ચાલી રહ્યા હતા અને અચાનક વાહનો થંભી ગયા હતા.હાઈવે ઉપર અચાનક બે સિંહ આવતા વાહન ચાલકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. વાહનો ઉભા રહી ગયા હતા.


આરામથી બન્ને સિંહે રોડ ક્રોસ કર્યો


હાઈવે ઉપર બન્ને સિંહ શાંતિથી રોડ ક્રોસ કરી અને જંગલ તરફ શિકારની શોધમાં જતા રહ્યા હતા. વિડિયો વાહન ચાલકો દ્વારા મોબાઈલમાં ઉતારી લીધા હતો.બાદ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.હાલ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ચાલી રહ્યો છે.

First published:

Tags: Amreli News, CCTV footage, Gir Lions, Local 18

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો