Home /News /amreli /Amreli: સાવરકુંડલાની બે યુવતી માઉન્ટ આબુ ખાતે યોજાનાર પર્વતારોહણમાં જશે

Amreli: સાવરકુંડલાની બે યુવતી માઉન્ટ આબુ ખાતે યોજાનાર પર્વતારોહણમાં જશે

બંને વિદ્યાર્થિની હાલ જૂનાગઢમાં તાલિમ લઇ રહી છે.

ભારતી મકવાણા અને બગડા મીના બને યુવતી આગામી નવેમ્બર મહિના માં 11 દિવસ ની તાલીમ માટે માઉન્ટ આબુ ખાતે યોજાનાર પર્વતારોહણ માં જશે બને ખૂબ ઉત્સાહ પૂર્વક હાલ તૈયારી કરી રહી છે

    Abhishek Gondaliya Amreli. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટના શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા પર્વતારોહણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાવરકુંડલા શહેરમાં આવેલી ઘેલાણી મહિલા આર્ટસ કોલેજની એનસીસી ની બે કેડર વિદ્યાર્થીની મકવાણા ભારતી અને બગડા મીનાએ આ તાલીમમાં ઉત્સુકતા બતાવી હતી અને તાલીમ મેળવી હતી પ્લીઝ ગ્રેટ સાથે આ તાલીમ પૂર્ણ કરી હતી જે બદલ પ્રિન્સિપાલ તેમજ સ્થાનિક અગ્રણીઓ દ્વારા જેઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.

    આ મહિલાઓ હવે 11માં મહિનામાં માઉન્ટ આબુ ખાતે યોજાનાર પર્વતારોહણ સ્પર્ધા ની અંદર ભાગ લેશે હાલ આ વિદ્યાર્થીનીઓ દ્વારા ટ્રેકિંગ પેટી તાલીમ રેપ્લિન રેપ નોટ ની તાલીમ લેવામાં આવી રહી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટના કુલ 42 યુવક યુવતીઓ દ્વારા આ તાલીમ લેવામાં આવી હતી જેમાં સાવરકુંડલા ની બે યુવતી દ્વારા તાલીમ લેવામાં આવી હતી યુવતીઓ હાલ બંને સાવરકુંડલા માં આવેલી મહિલા કોલેજમાં અભ્યાસ કરી રહી છે અને જેવો પર્વતારોહણની હાલ તૈયારી કરી રહી છે સાથે જ કોલેજ ના પ્રિન્સિપાલ અને પ્રોફેસર દ્વારા તમામ માહિતી અને માર્ગદર્શન આપવા માં આવી રહીયું છે.



    ભારતી મકવાણા અને બગડા મીના બને યુવતી આગામી નવેમ્બર મહિના માં 11 દિવસ ની તાલીમ માટે માઉન્ટ આબુ ખાતે યોજાનાર પર્વતારોહણ માં જશે બને ખૂબ ઉત્સાહ પૂર્વક હાલ તૈયારી કરી રહી છે સાથે માતા પિતા પરિવાર દ્વારા બને ને પ્રોત્સાહન પૂરું પાડવા માં આવી રહીયું હોવા નું જણાવ્યું હતું. જૂનાગઢ ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર દ્વારા 74 યુવક યુવતી એ તાલીમ લીધી સાથે તમામ ને સંરક્ષણ જાગૃતિ. સફાઈ અભિયાન સહિત ની તાલીમ કે. પી. રાજપૂત સહિત ના અધિકારી દ્વારા આપવા માં આવી આ કેમ્પ 13 સપ્ટેમ્બર થી 22 સપ્ટેમ્બર ના રોજ યોજવા માં આવ્યો હતો.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: અમરેલી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन