ગ્રામીણ વિસ્તારમાં સિંહ લટાર મારતો સીસીટીવી કેમેરામાં વીડિયો કેટ થયો હતો
અમરેલી જિલ્લાના રામપરા ગામમાં ત્રણ સિંહ આવી ચઢ્યા હતા. શિકારની શોધમાં સિંહ રામપરા ગામે પહોંચ્યા હતા. બાદ આ ત્રણ સિંહ દિવાલ કુદી જંગલ તરફ રવાના થયા હતા. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.
Abhishek Gondaliya, Amreli: અમરેલી જિલ્લાના રામપરા ગામમાં ત્રણ સિંહ આવી ચઢ્યા હતા. શિકારની શોધમાં આવેલા સિંહ સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. શિકારની શોધમાં આવેલા ત્રણ સિંહનો વીડિયો હાલ સોશિયલ મીડિયા વાયરલ થયો છે.
શિકારની શોધમાં સિંહ રામપરા ગામે પહોંચ્યા હતા
જંગલને અડીને આવેલા અમરેલી જિલ્લામાં અવાર નવાર વન્ય પ્રાણીઓ આવી ચડે છે. ખાસ કરીને સિંહ,દીપડા વધુ દેખાય છે. અમરેલી જિલ્લામાં સિંહ આવી ચઢવાની ઘટનાઓ ખૂબ બનતી રહે છે, ત્યારે વધુ એક ઘટના સામે આવી છે. અમરેલી જિલ્લાના રામપરા ગામમાં ત્રણ સિંહ આવી ચઢ્યા હતા.
શિકારની શોધમાં સિંહ રામપરા ગામે પહોંચ્યા હતા. બાદ આ ત્રણ સિંહ દિવાલ કુદી જંગલ તરફ રવાના થયા હતા. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ઘણા છેલ્લા કેટલાક સમયથી સિંહના વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યાં છે. સોશિયલ મીડિયાના સમયમાં વીડિયો ઝડપથી વાયરલ થાય છે.
સિંહ રેવન્યુ વિસ્તારમાં પહોંચી જાય છે
અવાર નવાર સિંહ રેવન્યુ વિસ્તારમાં પહોંચી જાય છે. લોકોનું માનવું છે કે, સિંહ માટે હવે જંગલ ટૂંકું પડી રહ્યું છે. તેમ જ શિકાર માટે ગામડા સુધી પહોંચી ગયા છે. સિંહ ગામડાઓમાં પહોંચતા લોકોમાં ભયનો માહોલ છે. તેમજ સિંહની પજવણીની ઘટનાઓ પણ અવારનવાર સામે આવે છે. ત્યારે વન વિભાગની જવાબદારી અને કામગીરી વધી જાય છે.