Home /News /amreli /Amreli: આ ભાઇ વ્યાજે પૈસા લઇને પક્ષીઓને ખવડાવે છે ચણ, દરરોજ 10 હજારથી વધુ પક્ષીઓ આવે છે ચણવા

Amreli: આ ભાઇ વ્યાજે પૈસા લઇને પક્ષીઓને ખવડાવે છે ચણ, દરરોજ 10 હજારથી વધુ પક્ષીઓ આવે છે ચણવા

રાજુભાઇ વર્ષોથી પક્ષીઓને ચણ ખવડાવી રહ્યાં છે

આજનો માનવી વેપાર ધંધામાં બે પૈસાનો ફાયદો થાય તો તેમાંથી માત્ર થોડો જ ભાગ સેવાકીય કાર્યમાં વાપરે છે, પરંતુ સમાજમાં એવા પણ લોકો છે જેઓ જીવદયા પ્રેમ ઉચ્ચ કક્ષાનો છે.

    Abhishek Gondaliya Amreli: આજનો માનવી વેપાર ધંધામાં બે પૈસાનો ફાયદો થાય તો તેમાંથી માત્ર થોડો જ ભાગ સેવાકીય કાર્યમાં વાપરે છે, પરંતુ સમાજમાં એવા પણ લોકો છે જેઓ જીવદયા પ્રેમ ઉચ્ચ કક્ષાનો છે. તેઓ પોtતે ભૂખ્યા રહીને પક્ષી પાછળ વાપરી રહ્યા છે. આવા જ એક વ્યક્તિ સાવરકુંડલામાં રહે છે, જેઓએ એક સમયે તો રૂપિયા વ્યાજે લઈને પક્ષીઓ માટે ચણની ખરીદી કરી હતી. સાવરકુંડલાની ભાગોળે આવેલા જેસર પાસેના રુદ્રાક્ષ ફાર્મ હાઉસ ખાતે 80 મણ પ્રતિદિન પક્ષીઓ માટે જુવારની ચણ નાખવામાં આવે છે. કદાચ સૌરાષ્ટ્ર પંથકમાં પહેલું સેવાકીય કાર્ય છે, જેમાં આટલા પ્રમાણમાં પક્ષીઓને ચણ નાખવામાં આવતા હોય. જેસર પાસે આવેલા ફાર્મ હાઉસમાં પ્રતિદિન 8000 થી 10000 થી વધુ કબુતર સહિતના પક્ષીઓ જુવારની ચણ ચણવા માટે આવી રહ્યા છે, સાથે જ પીવા માટેના પાણીની વ્યવસ્થા પક્ષીઓ માટે અનોખી કરવામાં આવી છે.

    લગ્નમાં ભેટમાં મળેલા પૈસા પક્ષીઓ પાછળ વાપર્યા

    ન્યૂઝ 18 ને રાજુભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જેઓના લગ્ન 1999માં થયેલ હોય જે સમયમાં લગ્નના દિવસે પૂજનીય વડીલો દ્વારા આશીર્વાદ માં આપવામાં આવેલી 3500 રૂપિયાની મૂડી પતિ પત્નીની એકત્ર થઈ હતી બંને દ્વારા આ મૂડી યોગ્ય જગ્યા પર વાપરવા એક નિશ્ચય કર્યો હતો અને આખરે પક્ષીઓ માટે ચણ નાખવાનું નક્કી થયું હતું અને રાજુભાઈ અને તેમના પત્ની દ્વારા પ્રથમ વખત 3,500 ની મૂડીની જુવારની ત્રણ કબૂતર તેમજ અન્ય પક્ષીઓ માટે નાખવામાં આવી હતી ત્યારે એ દિવસથી રાજુભાઈ દ્વારા દરરોજના સમયે દિન પ્રતિદિન જુવારની ચણ નાખતા પક્ષીઓ સાથે અનોખો પ્રેમ બંધાયો હતો અને રાજુભાઈ વ્યવસાય માં તટસ્થ રહ્યા હતા અને સાથે જ સેવાકીય કાર્યો પણ શરૂ રાખ્યા હતા.

    એક સમય પર વ્યાજ પર રૂપિયા લાવી ચણ નાખવા માં આવી

    એક સમય એવો પણ રાજુભાઈ ઉપર આવ્યો હતો કે પોતે ભૂખ્યા રહી અને પક્ષીઓને ચણ નાખવા માટે વ્યાજે પૈસા મેળવી ને પક્ષીઓને ચણ નાખતા હતા. જુઓને પક્ષી સાથે અતૂટ મિત્રતા બની હતી જેથી જેવો દ્વારા સતત પ્રયત્નો વ્યવસાયમાં કર્યા હતા અને પક્ષીઓ માટે ચણ નાખવાનું શરૂ રાખ્યું હતું. આજ દિન સુધીમાં રાજુભાઈ દ્વારા ₹3,500 થી લઈને આજે હજારો રૂપિયાની પ્રતિદિન ચણ નાખવામાં આવી રહી છે અહીં વિશ્વ વંદનીય કથાકાર પૂજ્ય મોરારીબાપુ દ્વારા પણ આ રાજુભાઈ ના ફાર્મ હાઉસ રૂદ્રાક્ષ ફાર્મ ખાતે આવી અને આ પક્ષીઓનું દ્રશ્ય પણ નિહાળ્યું હતું અને સેવાકીય કાર્યને બિરદાવ્યું હતું રાજુભાઈ ની ઉંમર આશરે 45 વર્ષની છે રુદ્રાક્ષ નામનું ફાર્મ હાઉસ જેસરથી પાલીતાણા રોડ ઉપર મુખ્ય માર્ગ ઉપર આવેલું છે 365 દિવસ અવિરત પણે પક્ષી સાથે અતૂટ પ્રેમ હોવાથી ત્રણ નાખવામાં આવી રહી છે .
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Bird, અમરેલી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन