રાજુલા બેઠકના ધારાસભ્ય અમરીશ ડેર ચાલુ ધારાસભ્ય છે.તેમણે ધારાસભ્યને મળતું માનદ વેતન લીધું નથી.એક ટ્રસ્ટ બનાવવામાં આવ્યું છે અને તેના માધ્યમથી આરોગ્ય અને શિક્ષણમાં વેતન ખર્ચ કરવામાં આવે છે.
Abhishek Gondaliya. Amreli. ચૂંટણીનો માહોલ જામ્યો છે.મતદાર સામે ઉમેદવારનો ચહેરો આવી ગયો છે.દરેક ઉમેદવારમાં કઈને કઈ ખાસિયત હોય છે અને જેના કારણે તેવા ઉમેદવારનું નામ લોકમુખે ચર્ચાતું હોય છે.અમરેલી જિલ્લાના રાજુલા બેઠકના ધારાસભ્ય અમરીશ ડેર ચાલુ ધારાસભ્ય છે.તેમણે ધારાસભ્યને મળતું માનદ વેતન લીધું નથી.વર્ષ 2017ની ચૂંટણીમાં વેતન ન લેવાની જાહેરાત કરી હતી.હવે આગામી ધારાસભ્ય બનશે તો પણ વેતન નહીં લે.
જાહેરાત કરી અને તેમ કર્યું પણ
અમરીશ ડેરે વર્ષ 2017ની ચૂંટણીમાં જાહેરાત કરી હતી. હતી. તેમણે કહ્યું હતું કે, વર્ષ 2017ની ચૂંટણીમાં લોકો પોતાને ધારાસભ્ય તરીકે ચૂંટી લાવશે, તો પોતાને મળતું માનદવેતનનો એક પણ રૂપિયો પોતે વાપરશે નહીં. ત્યારબાદ ધારાસભ્ય તરીકે અમરીશ ડેર ચૂંટાઈ આવ્યા હતા.બાદ વર્ષ 2017 થી 2022 સુધીમાં મળતું માનવ વેતનનો એક રૂપિયો પણ લીધું નથી.
ટ્રસ્ટ બનાવી આરોગ્ય અને શિક્ષણ લક્ષી કાર્ય કરાય
અમરીશ ડેરે જણાવ્યું હતું કે, માનદવેતનમાં જે કાંઈ પણ વેતન આવ્યું હતું, તે રાજુલા વિસ્તારમાં સ્થાનિક લોકોના વિદ્યાર્થીઓ અને આરોગ્ય માટે ઉપયોગ કરવામાં આવ્યો છે. તેના માટે એક ટ્રસ્ટ બનાવવામાં આવ્યું છે. જેમાં મિત્રો અને સ્થાનિક લોકોને ટ્રસ્ટી તરીકે રાખવામાં આવ્યા છે. મને મળતું માનદવેતન એ આ ટ્રસ્ટમાં આપવામાં આવે છે. આ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતો વ્યક્તિઓને આરોગ્ય અને વિદ્યાર્થીઓને અભ્યાસ લક્ષી ઉપયોગ કરવામાં આવે છે.
જીતી તો હજુ વેતન નહીં લવ
અમરીશ ડેરે જણાવ્યું હતું કે, હજુ પણ 2022 ની હાલ ચૂંટણીનો ધમધમાટ શરૂ છે અને જો ફરી પાછો લોકો મને જીતાડશે તો હજુ પણ વેતન લેવામાં નહીં આવે.એક પણ રૂપિયો વેતન લેવામાં આવશે નહીં અને તમામ વેતન આરોગ્ય અને શિક્ષણ પાછળ વાપરવામાં આવશે