Home /News /amreli /Amreli: અહીં એકલા રહેતા વડીલો માટે અનોખી સેવા, કોઈ ભૂખ્યું રહેતું નથી

Amreli: અહીં એકલા રહેતા વડીલો માટે અનોખી સેવા, કોઈ ભૂખ્યું રહેતું નથી

X
સાવરકુંડલાના

સાવરકુંડલાના મોટા ભમોદરા ગામે પાંચ વ્યક્તિએ ટિફિન સેવા શરુ કરી છે. અકેલા રહેતા વડીલોના ઘરે માત્ર 30 રૂપિયામાં ટિફિન પહોંચાડવામાં આવે છે. હાલ 10 વડીલને ટિફિન પહોંચાડે છે અને આગામી દિવસોમાં 100 લોકો સુધી પહોંચવાનો લક્ષ્યાંક છે.

સાવરકુંડલાના મોટા ભમોદરા ગામે પાંચ વ્યક્તિએ ટિફિન સેવા શરુ કરી છે. અકેલા રહેતા વડીલોના ઘરે માત્ર 30 રૂપિયામાં ટિફિન પહોંચાડવામાં આવે છે. હાલ 10 વડીલને ટિફિન પહોંચાડે છે અને આગામી દિવસોમાં 100 લોકો સુધી પહોંચવાનો લક્ષ્યાંક છે.

Abhishek Gondaliya, Amreli: સાવરકુંડલાના મોટા ભમોદરા ગામે વૃદ્ધો માટે ટિફિન સેવા શરુ કરવામાં આવી છે. ટિફિન સેવા શરૂ કરનાર મોટા ભમોદરા તાલુકાનું પ્રથમ ગામ બન્યું છે. પરિવારજનો બહાર રહેતા હોય,વડીલો રસોઈ બનાવી શકતા ન હોય તેમને સાદું અને સાત્વિક ભોજન મળી રહે તેવો ટિફિન સેવાનો મુખ્ય હેતુ છે. ગામના પાંચ વ્યક્તિએ ટિફિન સેવા સારું કરી છે.

માત્ર 30 રૂપિયા એક ટિફિનના લેવા આવે છે

ભમોદરા ગામના પાંચ વ્યક્તિએ વડીલો માટે ટિફિન સેવા શરૂ કરવામાં આવી હતી. ટિફિન સેવાનો દર 30 રૂપિયા રાખવામાં આવ્યો છે. બપોરના સમયે અને સાંજના સમયે વડીલોના નિવાસસ્થાન ટિફિન પહોંચાડવામાં આવે છે.

અપના ઘર નામ રાખવાનું કારણ જાણો

ભમોદરા ગામમાં અપના ઘર નામથી ટિફિન સેવા શરૂ કરવામાં આવી છે. ટિફિનમાં ઘર જેવું શુદ્ધ,સાત્વિક ભોજન આપવામાં આવે છે, જેથી ટિફિન સેવાનું અપના ઘર નામ રાખવામાં આવ્યું છે.

100 વડીલો સુધી પહોંચવાનો લક્ષ્યાંક

અપના ઘરના અગ્રણી પરેશભાઈ ખૂંટે જણાવ્યું હતું કે,હાલ 10 પરિવારને ટિફિન પહોંચાડવામાં આવે છે અને હજુ સમય અંતરે 100 વ્યક્તિ સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક રાખ્યો છે. જેથી અહીં ગ્રામીણ વિસ્તારમાં વસતા વૃદ્ધ વ્યક્તિઓને સહેલાઈથી ભોજન મળી રહે છે.

વડીલોને શહેરમાં મુશકેલી પડે

વૃદ્ધ વ્યક્તિઓને શહેરી વિસ્તારના રહેણાંક અને માહોલ અનુકૂળ ન આવવાને કારણે ગામડે રહે છે અને તેઓના પુત્ર અને પરિવારજનો શહેરમાં વસતા હોય છે.આવા વડીલો માટે અપના ઘર ટિફિન સેવા શરૂ કરવામાં આવી હતી.
First published:

Tags: Amreli News, Local 18, Old Age Home

विज्ञापन