અમરેલી જિલ્લાના વિજીયાનગર ગામના ખેડૂત ગાય આધારિત ખેતી કરી વધુ ઉત્પાદન અને વધુ આવક મેળવી રહ્યા છે. વિવિધ વસ્તુમાંથી દવા બનાવી ઉપયોગ કરતા ખર્ચમાં ઘટાડો થયો છે. આ દવાથી પરિણામ આવ્યું છે.તેમજ 300 મણ કપાસનું ઉત્પાદન થયું છે.
Abhishek Gondaliya, Amreli: અમરેલી જિલ્લાના વિજીયાનગર ગામના ખેડૂત ગાય આધારિત ખેતી કરે છે. ખેડૂત ઝવેરભાઈ દ્વારા પ્રાકૃતિક ખેતી કરવામાં આવી રહી છે.ઝવેરભાઈ પાસે પોતાની 16 વિઘા જમીનમાં સંપૂર્ણ ગાય આધારિત ખેતીની શરૂઆત બે વર્ષ પહેલાં કરી હતી. દેશી ગાયનું છાણ અને ગૌમૂત્ર તેમજ અન્ય વસ્તુઓમાંથી દવા ખાતર બનાવી અને મબલક આવક અને ઉત્પાદન મેળવ્યું છે.300 મણ કપાસનું ઉત્પાદન મેળવ્યું છે.
ખર્ચ કરવા છતાં પરિણામ મળ્યું ન હતું
ઝવેરભાઈએ જણાવ્યું હતું કે, પહેલા રાસાયણિક ખાતર અને દવાઓનો ઉપયોગ કરતા હતા. જેની પાછળ એક વર્ષનો 25,000 થી 35,000 રૂપિયાનો ખર્ચ થતો હતો.સંપૂર્ણ કીટક જન્ય રોગનો નિકાલ આવતો ન હતો અને ખર્ચ વધુ થતો હતો. બાદ ગાય આધારિત ખેતી કરવાનો નિર્ણય કર્યો અને મિત્રો પાસેથી ગાય આધારિત ખેતીની મેળવી માહિતી હતી.
કઈ કઈ વસ્તુમાંથી દવા બનાવે
ઝવેરભાઈ પાસે પોતાની 16 વિઘા જમીન આવેલી છે. ઝવેરભાઈ દ્વારા કપાસ અને મરચીનું વાવેતર કરવામાં આવ્યું છે.પાયાના ખાતર તરીકે છાણીયું ખાતર આપવામાં આવ્યું હતું. ખેતરમાં ગૌમુત્રનો છટકા કરવામાં આવે છે. કીટક જન્ય રોગ ખેતીમાં આવતા દવા બનાવવા માટે મિત્રો પાસેથી સલાહ લેવામાં આવી હતી.
સૂચનો લેવામાં આવ્યા હતા અને દવા બનાવવામાં આવી હતી. રોગની દવા બનાવવામાં ગૌમુત્ર, છાણ ,સંચળ, હિંગ, લસણ ચટણી,આદુ, હળદર,આંકડોનું મિશ્ર પ્રવાહી દવા બનાવવામાં આવી હતી અને આ દવાનો છંટકાવ કરતાં ઉપદ્રવી કીટકોનો સંપૂર્ણ નાશ થયો હતો.
20 થી 25 હજારનો ફાયદો થયો
પહેલા રાસાયણિક ખાતર અને દવા પાછળ 20 થી 25 હજાર રૂપિયાનો ખર્ચ આવતો હતો. ગાય આધારિત ખેતી શરૂ કર્યા બાદ ફાયદો થયો છે. 20 થી 25 હજારનો ઘટાડો થયો છે. 16 વિઘા જમીનમાંથી 300 મણથી વધુ કપાસનું ઉત્પાદન થયું છે. તેમજ આવકમાં વધારો થયો છે.