લાઠીથી મળેલી મહિલા સ્વસ્થ થઇ
લાઠી પાસે મનોદિવ્યાગ મહિલા રખડતી ભટકતી હતી અને પોલીસ કર્મચારીઓના ધ્યાને મહિલા આવી હતી. મહિલાને માનવ મંદિર ખાતે ભક્તિરામ બાપુના આશ્રમમાં મૂકવામાં આવી હતી. અહીં શારીરિક,માનસિક અને આધ્યાત્મિક રીતે મનોદેવ્યાંગ મહિલાની સારવાર કરવામાં આવી હતી અને મહિલા 90 ટકા સ્વસ્થ થઈ હતી.
મહિલા મધ્યપ્રદેશના હોવાનું જાણવા મળ્યું હતું
સાવરકુંડલા નજીક આવેલ આશ્રમ માનવ મંદિરે આજથી આઠ માસ પહેલા લાઠી પોલીસ એક મનોરોગી મહિલાને દાખલ કરી ગઈ હતી .જેનું નામ પ્રેમવતી હતું .સમય જતા દવા અને દુવાથી મહિલા સ્વસ્થ થયા હતા.મહિલા મધ્યપ્રદેશના હોવાનું જાણવા મળ્યું હતું. થોડા દિવસો પહેલા જ મનોરોગી આશ્રમે ચૂંટણી કામમાં રોકાયેલા બીએસએફના જવાનો માનવ મંદિરે મુલાકાતે આવ્યા હતા. ત્યારે ભક્તિ બાપુએ તેમને આ મહિલા મધ્યપ્રદેશની છે તેમ કહ્યું હતું અને તેમની પરિવારની ભાળ મેળવવા મદદ કરવા જણાવ્યું હતું.
જવાનોએ મધ્યપ્રદેશમાં વિડીયો અને માહિતી મોકલી
BSFના જવાનોએ મધ્યપ્રદેશમાં વિડીયો અને માહિતી મોકલી હતી. તેમજ ત્યાંના લોકલ મીડિયામાં આ ન્યૂઝ આવતા તેમનો પરિવાર ગ્વાલિયર નજીકના ગામથી મળી આવ્યો હતો. ભક્તિ બાપુનો મોબાઇલ નંબર વાયરલ કરતા અનેક ટેલિફોનિક સંપર્કો થયો હતો. મહિલાના પરિવાર તેમની માતા તેમના બે ભાઈ અને તેમના પતિ આજે સાવરકુંડલા મનોરોગ્ય આશ્રમ માનવ મંદિર આવ્યા હતા. આ મહિલાને પોતાના વતન લઈ જવા માટે રજુઆત કરી હતી.સાવરકુંડલા પોલીસની મદદથી તેમને ડોક્યુમેન્ટ તપાસી ભક્તિ બાપુની ઉપસ્થિતિમાં સોંપવામાં આવી હતી.પરિવાર દ્વારા ગુજરાત પોલીસ અને ભક્તિ બાપુનો આભાર માન્યો હતો.અહીંથી 109માં બહેન સાજા થઇ ઘરે ગયા હતા.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Amreli News, BSF, Local 18, Women મહિલા