Home /News /amreli /Amreli: દાગીનાં અને ઘર વેચી રોબોટ બનાવનાર મહેશભાઇને મળ્યો ગૌરવ એવોર્ડ, જુઓ Video

Amreli: દાગીનાં અને ઘર વેચી રોબોટ બનાવનાર મહેશભાઇને મળ્યો ગૌરવ એવોર્ડ, જુઓ Video

X
ગોવા

ગોવા અને છત્તીસગઢ ની સંસ્થા અને સરકારે આપ્યું સન્માન 

રાજુલાનાં મહેશભાઇ આહીરે એક રોબોટ વિકસાવ્યો છે. આ રોબોટની મદદથી બોરમાં ફસાયેલા વ્યક્તિને બહાર કાઢવામાં સરળતા રહે છે. આ સિદ્ધી બદલ ગોવા સરકાર અને સ્થાનીક સંસ્થાઓ દ્વારા મહેશભાઇને ગૌરવ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

Abhishek Gondaliya, Amreli: દેશના યુવાઓમાં કૌશલ્યથી ઉભરાઈ રહ્યું હોય ત્યારે આંતર રાષ્ટ્રીય કક્ષાએ ચમકતા સીતારાઓને જાખપ લાગે તેવું અદભુત કાર્ય અમરેલી જિલ્લાના રાજુલાના મહેશ આહિરે કરી બતાવ્યું છે. અને અનેક પદવી અને એવોર્ડથી સન્માનિત કરાયાં છે. ગોવામાં મહેશ આહીરનું ગૌરવ એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું છે.


રોબોટ બનાવવાનો વિચાર ક્યાંથી આવ્યો ?

રાજુલાના મહેશભાઈ સામાન્ય પરિવારમાંથી આવે છે. તેમની ઉંમર 30 વર્ષની છે અને એન્જિનિયરિંગ ક્ષેત્રે અભ્યાસ કર્યો છે. મહેશભાઈ ખૂબ જ મહેનતુ છે. એક સમયે બોલીવુડ સ્ટાર અમિતાભ બચ્ચનને કહ્યું હતું કે ભારત આકાશમાં પહોંચશે પણ જમીનમાં નહીં.



આ શબ્દો મહેશભાઈના કાને પડ્યા હતા. બાદ જમીનની અંદરથી જીવિત વ્યક્તિઓને બહાર કાઢવા રોબોટ બનાવવાની તૈયારીઓ કરી હતી.



મકાન અને દાગીના વેચી રોબોટ બનાવ્યો


મહેશભાઈના પિતા ખેતી કરે છે અને સામાન્ય પરિવાર છે. મહેશભાઈની રોબોટ બનાવવાની મહેનત જોઈ તેમના પિતા પણ ખુશ થયા હતા. તેમજ રોબોટ બનાવવાના ખર્ચ પાછળ મકાન અને માતાના દાગીના વેચી નાખ્યા હતા.



આ રકમમાંથી આધુનિક ટેકનોલોજી સાથે રોબોટ બનાવ્યો હતો. જેના માધ્યમથી બોરવેલમાં ફસાયેલા વ્યક્તિને બહાર કાઢી શકાય છે. બે વ્યક્તિને બચાવવામાં સફળતા મળી છે.



છત્તીસગઢમાં ચાર દિવસ રેસ્ક્યુ ચાલ્યું


છત્તીસગઢ રાજ્યમાં એક મંદ બુદ્ધિનું બાળક બોરમાં ફસાઈ ગયું હતું. તેના રેસ્ક્યુ માટે છત્તીસગઢની સરકારે મહેશભાઈનો સંપર્ક કર્યો હતો. મહેશભાઈ રોબોટ સાથે ત્યાં પહોંચ્યા હતા અને રેસ્ક્યુ શરૂ કર્યું હતું.



આ રેસ્ક્યુ ચાર દિવસ અને ત્રણ રાત્રી સુધી ચાલ્યું હતું. બાદ બાળકને સહીસલામત બોરમાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી.


 

મહેશભાઈને ભારતભૂષણ એવોર્ડ એનાયત


મહેશભાઈને ભારતભૂષણ એવોર્ડ ભોપાલ ખાતે એનાયત કરવામાં આવ્યો હતો. સાયન્સ અને ટેકનોલોજીમાં દેશનું પ્રતિનિધિત્વ કરવા માટે યુરો એશિયા યુનિવર્સિટી દ્વારા મહેશભાઈને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ 21 જાન્યુઆરીના ગોવા સરકાર દ્વારા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.


.

First published:

Tags: Amreli News, Award, Local 18

विज्ञापन