Home /News /amreli /Amreli: જોઈ લો! આ યુવાને છેલ્લા 10 વર્ષથી પતંગ દોરીને હાથ પણ નથી લગાડ્યો, કારણ જાણી ચોકી ન જતા!

Amreli: જોઈ લો! આ યુવાને છેલ્લા 10 વર્ષથી પતંગ દોરીને હાથ પણ નથી લગાડ્યો, કારણ જાણી ચોકી ન જતા!

X
યુવકે

યુવકે અન્ય વ્યક્તિઓને પ્રેરણા આપી પતંગ ન ચગાવવા કરી અપીલ

સાવરકુંડલનાં શ્રીનાવાસભાઇએ 10 વર્ષ પહેલા દોરીથી પક્ષીની ડોક કપાઇ ગઇ હતી,તે દ્રષ્ય જોયું હતું. આ ઘટના બાદ તેમનામાં કરૂણા જાગી હતી અને પતંગ ચગાવવાનું બંધ કરી દીધું હતું. અને ઘાયલ પક્ષીની સેવામાં લાગી ગયા છે.

Abhishek Gondaliya, Amreli: કરૂણ ઘટના કઠોર માનવીનાં હદય પણ પીગળાવી નાખે છે. આવી જ ઘટના સાવરકુંડલનાં શ્રીનિવાસભાઇ સાથે બની છે. 10 વર્ષ પહેલા દોરીથી પક્ષીની ડોક કપાઇ ગઇ હતી. આ ઘટનાએ તેમને હચમચાવી નાખ્યાં હતાં. બસ આ દિવસથી પતંગ ચગાવવાનું બંધ કરી દીધું છે. તેઓ છેલ્લા દસ વર્ષથી પતંગ ચગાવતા નથી.



હવે ઘાયલ પક્ષીની કરે છે સેવા



શ્રીનિવાસભાઈ વ્યવસાયમાં છૂટક મજૂરી કરી રહ્યા છે. 10 વર્ષ પહેલાં યુવકે પક્ષીની એક કરુણ ઘટના જોઈ હતી. જેમાં દોરી પક્ષીને વાગતા ડોક કપાઈ ગઈ હતી .



આ ઘટના જોઈ અને યુવાને ઉત્તરાયણમાં પતંગ ચડાવવાનું બંધ કર્યું છે અને યુવાન ઉત્તરાયણમાં ઘાયલ પક્ષીની સેવા કરવાની શરૂઆત કરી છે.



મિત્રોએ પણ પતંગ ચગાવવાનું બંધ કર્યું



સાવરકુંડલામાં વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઉત્તરાયણ પર્વને લઇને કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે. આ કંટ્રોલરૂમમાં શ્રીનિવાસભાઈ સેવા આપે છે.



શ્રીનિવાસ ભાઈએ અન્ય મિત્રોને પણ પ્રેરણા આપી છે અને જેઓને પણ પતંગ ન ચગાવવા અપીલ કરી છે. મિત્રોએ પ્રેરણા મેળવી અને પતંગ ચડાવવાનું બંધ કર્યું છે. તેમજ ઉત્તરાયણના દિવસે ઇજાગ્રસ્ત પશુ પક્ષીઓની સેવા કરે છે.




વર્ષભર કામગીરી કરે છે



શ્રીનિવાસભાઈએ જણાવ્યું હતું કે, જેઓની પ્રેરણાથી મારા મિત્રોએ પણ પતંગ ચગાવવાનું બંધ કર્યું છે.


 

તેમજ વર્ષ દરમિયાન કોઇપણ જગ્યાએ પક્ષી ફસાયુ હોય તો જેનું રેસ્ક્યુ કરી અને સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરે છે.

First published:

Tags: Amreli News, Local 18, Makarsankranti, Uttrayan