Home /News /amreli /Amreli: વિશ્વમાં એક માત્ર શિક્ષાપત્રી મંદિરનું અહીં નિર્માણ થયું; આ કાર્યક્રમ યોજાશે

Amreli: વિશ્વમાં એક માત્ર શિક્ષાપત્રી મંદિરનું અહીં નિર્માણ થયું; આ કાર્યક્રમ યોજાશે

X
5

5 ટન ની મૂર્તિ અહીં બનાવવા માં આવી છે 

ગઢડામાં શિક્ષાપત્રી મંદિર સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા બનાવવામાં આવ્યું છે. અહીં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ થયો છે. 26 જાન્યુઆરી સુધી ચાલનાર મહોત્સવમાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

Abhishek Gondaliya, Amreli: વિશ્વનું પ્રથમ શિક્ષાપત્રી મંદિર ગઢડા ખાતે તૈયાર થયું છે. આ શિક્ષાપત્રી મંદિર સ્વામિનારાયણ સંપ્રદાયનું છે. અહીં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ 22થી 26 જાન્યુઆરી સુધી યોજાશે.

વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું

સ્વામીએ જણાવ્યું હતું કે, શિક્ષાપત્રી મંદિરમાં મૂર્તિપ્રતિષ્ઠા મોહત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ગઢડા જે ગઢપુરધામ તરીખે ઓળખાય છે. ગઢપુર સ્વામિ નારાયણ સંપ્રદાયનું ઐતિહાસિક સ્થળ ગણવામાં આવે છે.

અહી પારાયણ ત્રીજીનાત્મક 212 કુંડી શિક્ષાપત્રી, મહાવિષ્ણુ યાગ, શિક્ષાપત્રી રોપચાર મહાપૂજા, 212 શ્લોકનું એલઇડી પ્રદર્શન, શિક્ષાપત્રીની સુવર્ણતુલા તથા શિક્ષાપત્રીની રજત તુલાનું આયોજન કરવામાં આવ્યું છે.

રકતદાન કેમ્પનું આયોનજન
પ્રતિષ્ઠા મહોત્સવમાં ડ્રાયફૂટ મહાભિષેક, અન્નકૂટ શાકોત્સવનું આયોજન કર્યું છે. વિશ્વમાં અને સાંપ્રદાયમાં શિક્ષાપાત્રી મંદિર એકમાત્ર ગઢપુરમાં પહેલું બનાવવામાં આવ્યું છે. 212 બોટલ રક્તદાન કેમ્પ પણ યોજાશે.

શિક્ષાપત્રી વિશ્વમાં કયાંઇ નહી હોય

ગઢડામાં એવી શિક્ષાપત્રી હશે કે જે વિશ્વમાં ક્યાંઇ પણ દર્શન નહીં થાય. 150 મણની પાંચ ધાતુની મૂર્તિ બનાવવામાં આવી છે.

શિક્ષાપત્રી માટે સર્વ જીવ હિતાવહ એવું ગણવામાં આવ્યું છે. તેમજ અહીં અનેક મૂર્તિઓનું સ્થાપન કરવામાં આવશે.
First published:

Tags: Amreli News, Local 18, Lord Swaminarayan

विज्ञापन