Home /News /amreli /Amreli: સાવરકુંડલામાં નરેન્દ્ર મોદીનું લોખંડનું સૌથી ઊંચું 51 ફૂટનું  કટ આઉટ ઊભું કરાશે

Amreli: સાવરકુંડલામાં નરેન્દ્ર મોદીનું લોખંડનું સૌથી ઊંચું 51 ફૂટનું  કટ આઉટ ઊભું કરાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી નું 51 ફૂટ નું કટ આઉટ બનાવવા માં આવશે

અમરેલી જિલ્લાનાં સાવરકુંડલા શહેરમાં દેશનાં વડાપ્રધાન નરેન્દ્રમોદીના જન્મદિવસે તેમનું લોખંડનું સૌથી ઊંચું 51 ફૂટ નું કટ આઉટ ઉભું કરવામાં  આવશે.

  Abhishek Gondaliya, Amreli: અમરેલી જિલ્લાનાં સાવરકુંડલા શહેરમાં દેશનાં વડાપ્રધાન નરેન્દ્રમોદીના જન્મદિવસે તેમનું લોખંડનું સૌથી ઊંચું 51 ફૂટ નું કટ આઉટ ઉભું કરવામાં આવશે. આ ઊંચું કટ આઉટ આકર્ષણનું કેન્દ્ર બનશે. આ સાથે અહીં પ્રદર્શન પણ યોજવામાં આવી રહ્યું છે. આ પ્રદર્શન ત્રણ મહિના સુંધી લોકોને જોવા મળશે.સાવરકુંડલા શહેરમાં આવેલી આંખની હોસ્પિટલ ગ્રાઉન્ડ ખાતે જોવા આ પ્રદર્શન જોવા મળશે. નરેન્દ્ર મોદીનાં જન્મદિવસ નિમિત્તે સાવરકુંડલાની સર્વે જ્ઞાતિના 400 યુગલો તેમના દીર્ઘાયુ માટે હવન યજ્ઞમાં બેસશે. આ યજ્ઞમાં સૌથી વધુ બ્રાહ્મણો દ્વારા વૈદિક પદ્ધતિથી મંત્રોચ્ચાર કરવામાં આવશે.  આ ઉપરાંત, યજ્ઞ પૂર્ણ થતાં દસ હજારથી વધુ લોકો માટે પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સમગ્ર કાર્યક્રમ સાવરકુંડલાના ઉદ્યોગપતિ અને અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરીયા દ્વારા કરવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમની પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે.સુરેશ પાનસુરીયા દ્વારા આમંત્રણ પત્રિકા અનોખી બનાવવામાં આવી છે. આમંત્રણ પત્રિકા એક નંગના ₹500 ખર્ચ કરવામાં આવ્યો છે. આ આમંત્રણ પત્રિકા રાજકીય અગ્રણીઓ અને ઉદ્યોગ પતિઓને આમંત્રણ પત્રિકા આપી આમંત્રણ આપવામાં આવશે.  દીર્ઘાયુ મહા યજ્ઞમાં વિધિવત યજ્ઞકુંડનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું છે. આ કાર્ય માટે ભવ્ય બે ડોમ મંડપ તૈયાર કરવામાં આવ્યા છે બંને ડોમ મંડપ સંપૂર્ણ વોટર પ્રુફ રીતે તૈયાર કરવામાં આવ્યા છે. યજ્ઞમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં લોકો દ્વારા રજીસ્ટ્રેશન કરાવવામાં આવેલી છે.આ કાર્યક્રમમાં માટે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા તેમજ સહકારી ક્ષેત્રના આગેવાન અને ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી ઉપસ્થિત રહેશે.
  Published by:Santosh Kanojiya
  First published:

  Tags: Amreli News, Modi birthday, Narendra Modi birthday

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन