સાવરકુંડલાના કાંટા પર સ્ટેમ્પિંગ ફી સરકારને ભરવામાં આવે છે
સાવરકુંડલામાં નાના મોટા યુનિટો ગણીને 500 થી વધારે યુનિટો આવેલા છે જે વજન કાંટાના નાના-મોટા કાંટા તૈયાર કરવામાં આવે છે અહીં ૨૦ થી ૪૦ હજાર જેટલા કારીગરો દ્વારા કામ કરવામાં આવે છે અને સહેલાઈથી શહેરી વિસ્તારની અંદર રોજગારી મળી રહે છે
Abhishek Gondaliya. Amreli: દેશભરમાં વજન કાંટા માટે એકમાત્ર સાવરકુંડલા કાંટાનો હબ માનવામાં આવે છે પણ હાલ સાવરકુંડલા નો કાંટા ઉદ્યોગમાં 35 થી 40 હજાર જેટલા લોકોને રોજીરોટી સમાયેલી છે કારીગરોને રોજગારી પૂરી પાડતો કાંટા ઉદ્યોગો સાવરકુંડલા નો પ્રખ્યાત છે દેશમાં માત્ર એક માત્ર અમરેલી જિલ્લાના સાવરકુંડલા માં કાંટા ઉદ્યોગ આવેલો છે આ કાંટા ઉદ્યોગ સો વર્ષ જૂનો પણ માનવામાં આવે છે સો વર્ષ પહેલા પણ અહીંથી જ કાંટા બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી પહેલાના સમયમાં મેન્યુઅલ કાંટા બનાવવામાં આવતા હતા હાલના સમયે મેન્યુઅલ અને ઇલેક્ટ્રોનિક્સ કાંટા બનાવવામાં આવે છે સોના-ચાંદીને વજન કરવાથી માંડીને વે બ્રિજ સુધીના કાંટા સાવરકુંડલામાં બનાવવામાં આવે છે.
સાવરકુંડલાના કાંટા પર સ્ટેમ્પિંગ ફી સરકારને ભરવામાં આવે છે
સાવરકુંડલામાં નાના મોટા યુનિટો ગણીને 500 થી વધારે યુનિટ કાંટા ઉદ્યોગ માટે ગણવામાં આવે છે અહીં વિશે 40,000 જેટલા મજૂરો આ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે જેથી સાવરકુંડલા શહેરી વિસ્તારની અંદર રોજગારી મળી રહે છે સાવરકુંડલાના કાંટા ઉદ્યોગ એશિયા લેવલે સૌથી મોટો કાંટા ઉદ્યોગ પણ ગણવામાં આવે છે સાવરકુંડલા શહેરમાંથી કાંટા વિદેશમાં નિકાસ કરવામાં આવે છે સોના ચાંદીના માપથી લઈ અને વે બ્રીજ સુધી તમામ કાંટા સાવરકુંડલામાં તૈયાર કરવામાં આવે છે.
ત્રાજવા બનાવવાની શરૂઆત તો સાવરકુંડલામાં કરવામાં આવી હતી આશરે 150 વર્ષ પહેલા સાવરકુંડલામાં ત્રાસવા કાંટા બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ કુશળ કારીગરો દ્વારા ટેબલ કાંટા બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ ધીમે ધીમે ટેકનોલોજી ના ઉપયોગ કરવામાં આવ્યો અને ઇલેક્ટ્રોનિક કાંટા બનાવવાની શરૂઆત અને સોના ના વજન કરવાથી લઈ અને મોટા કાંટા સુધી અહીં સાવરકુંડલામાં બનાવવામાં આવે છે.
સાવરકુંડલામાં વાર્ષિક કરોડો રૂપિયાનો ટન ઓવર કાંટાના વ્યવસાયમાં કરવામાં આવે છે આપણે જાણીએ છીએ કે ન્યાયનો પ્રતિક વજન કાંટા સાવરકુંડલામાં બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી અને આજે એક વજન કાંટા વે બ્રિજ સુધીના મોટા બનાવવામાં આવી રહ્યા છે.