Home /News /amreli /Amreli: ખેતીમાં ખર્ચ ઘટાડવા છાત્રાઓએ આધુનિક ખેતીનું પ્રાયોગિક મોડલ વિકસાવ્યું

Amreli: ખેતીમાં ખર્ચ ઘટાડવા છાત્રાઓએ આધુનિક ખેતીનું પ્રાયોગિક મોડલ વિકસાવ્યું

X
આધુનિક

આધુનિક યુગમાં આધુનિક ખેતી કરવાથી ખેડૂતોને વધુ નફો મળે છે

ગુહાબીટીમાં યોજાયેલી નેશનલ લેવલ સાયન્સ ફેરમાં ખજુરી પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓએ મેદાન માર્યું છે. તેમણે તૈયાર કરેલું આધુનિક ખેતીનું પ્રાયોગિક મોડલ નેશનલ લેવલે પસંદ થયું છે.

Abhishek Gondaliya. Amreli: અમરેલી જિલ્લાની ખજુરી પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સાયન્સ ફેરમાં આધુનિક ખેતીનું પ્રાયોગિક મોડલ રજૂ કરવામાં આવ્યું હતું અને ભારતમાં પસંદગી પામ્યું હતું.વડીયા તાલુકાના ખજુરી પ્રાથમિક શાળાની યસ કલગીમાં ઉમેરો થયો છે.આસામના ગુહાબીટીમાં નેશનલ લેવલ સાયન્સ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું.ભારતભરમાંથી જુદા જુદા 143 મોડલ પસંદ થયા હતા,જેમાં ખજુરી પ્રાથમિક શાળાનું આધુનિક ખેતીનું પ્રાયોગિક મોડલ નેશનલ લેવલે પસંદ થયું હતું.


કેવું છે આધુનિક ટેકનોલોજીનું મોડેલ



મેથેમેટિક એપરોજ વિથ ડિજિટલ એગ્રોટેડનું આ એક રાષ્ટ્રીય સ્તરે જળહળતું મોડેલ બનાવવામાં આવ્યું છે.આ મોડેલ બનાવવા માટે શિક્ષકનું માર્ગદર્શનમાં બે વિદ્યાર્થીનીઓએ સખત મહેનત કરી હતી. પાક ઉત્પાદન અને વ્યવસ્થાનું શ્રેઠ મોડેલ તૈયાર કરવામાં આવ્યું છે. આ મોડેલમાં હુમાન પાવરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મોડેલ ખેતી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન થાય તે હેતુથી તૈયાર કર્યું છે. હાલના સમયમાં ખેત મજૂરોની તંગી વર્તાય છે.તેમજ પાક ઉત્પાદન ઘટે છે. જેથી ખેડૂતોને નુકસાનની વેઠવાનો સમય આવે છે. આવા સમયે ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ખેતી કરવાથી ઉત્પાદન વધુ લઈ શકાય છે. ખેત મુજરી ખર્ચ ઘટે છે.


ખેતીમાં મજુર ઘટાડવા શું કરવું ?


ટ્રેક્ટર ની ટ્રોલી પાછળ ખાતર નાખવા માટે મજૂરીની જગ્યા પર ત્રણ બોક્સ વાળું ડાલું તૈયાત કરવાથી સહેલાઇથી ખાતર આપી શકાય છે અને 3 મજૂરીની સંખ્યામાં ઘટાડો થાય છે. જમીનમાં પાક વાવવા પહેલા મુખ્યત્વે જમીનની ખેડ મહત્વની હોય છે. ખેડ કેવા પ્રકારની અને કેટલી ઊંડી કરવી જોઈએ ? તેના પર પાક નભતો હોય છે. જેથી ખેડતી સમયે ટ્રેક્ટરના હળ અથવા પાંચિયા ઉપર કેટલા અંતરે ખેડ થઈ રહી છે. તે માટેનું ડિજિટલ મીટર લગાવવાથી સમતળ અને એકસરખી જમીનની ખેડ થાય છે અને ટ્રેક્ટરના ડ્રાઇવરને માહિતી મળી રહે છે.

First published:

Tags: Amreli News, Experiment, Government School, Local 18