Home /News /amreli /Amreli: ઘઉંની ડુંડીઓ સુકાવા લાગી, કૃષિ નિષ્ણાંતોએ કહ્યું, ફૂગજન્ય રોગ નથી, સુકાવાનુ કારણ જાણો

Amreli: ઘઉંની ડુંડીઓ સુકાવા લાગી, કૃષિ નિષ્ણાંતોએ કહ્યું, ફૂગજન્ય રોગ નથી, સુકાવાનુ કારણ જાણો

X
ઘઉંના

ઘઉંના પાકને ડૂંડી સુકાવી જે ફૂગ જન્ય રોગ નથી બિનજરૂરી દવાનો છટકાવ કરવો નહીં

અમરેલી સહિત સૌરાષ્ટ્રમાં ઘઉંનો પાક તૈયાર થવા આવી રહ્યો છે. ત્યારે ઘઉંની ડુંડી સુકાવાની સમસ્યા સામે આવે છે. જેના કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઇ છે. નિષ્ણાંતોનાં મતે આ કોઇ રોગ નથી. પરંતુ તાપમાનનાં કારણે આવું બન્યું છે.

    Abhishek Gondaliya, Amreli: અમરેલી સહિતના જિલ્લાઓમાં ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું છે. આ વર્ષે ઘઉંના ભાવમાં માર્કેટિંગ યાર્ડમાં પણ ખૂબ જ ઉછાળો જોવા મળ્યો છે. ઘઉં પરિપક્વ થવાનો હાલ સમય છે. ત્યારે ઘઉંના પાકમાં આવેલી ડુંડીઓ સુકાઈ જવાની સમસ્યાઓ આવી છે. ખેડૂતો આ સમસ્યાથી મૂંઝાઈ રહ્યા છે.


    ઘઉં ગુજરાત રાજ્યનો મુખ્ય શિયાળુ પાક છે. પરંતુ આ પાકમાં પિયતનો બીનસમજદારી પૂર્વકનો ઉપયોગ, રાસાયણિક ખાતરોનો આડેધડ વપરાશ, જૂની જાતોનું વાવેતર અને બદલાતા વાતાવરણના કારણોને લીધે રોગનો ઉપદ્રવ વધતો જોવા મળે છે.

    પાક સંરક્ષણના પગલા લેવાનું અતિ મહત્વનું બનતું જાય છે
    પાક સંરક્ષણના પગલાં ન લેવામાં આવે તો ઉત્પાદન માં ખુજબ ઘટાડો થાય છે. ઘઉંના પાક જોખમયુક્ત પાક તરીકે જાણીતો છે. પાક કોઈપણ સમયે બગડી અથવા નષ્ટ થવાની સાંભવના રહેતી હોય છે.જેથી ખેડૂત દ્વારા પાક પર સંપૂર્ણ ધ્યાન આપવામાં આવતું હોય છે. સંરક્ષણના પગલાં લેવામાં આવતા હોય છે.
    ઘઉંના પાક અંગે કૃષિ યુનિવર્સિટીએ કેટલીક સ્પષ્ટતા કરી છે.



    કૃષિ યુનિવર્સિટીએ કહ્યું, ફૂગજન્ય રોગ નથી
    ઘઉં સંશોધન કેન્દ્ર કૃષિ યુનિવર્સિટીના મદદનિશ સંશોધન વૈજ્ઞાનિક ડો.આઈ.બી.કાપડિયાએ જણાવ્યું હતું કે, હાલમાં ઘણાં ખેડૂતમિત્રો દ્વારા ઘઉં પાકમાં ડૂંડીઓ સુકાવા અંગેની સમસ્યાઓ ધ્યાને આવેલ. જે હકીકતમાં ફ્રોસ્ટ ઈન્જરી એટલે કે રાત્રી દરમિયાન તાપમાન ખૂબ જ નીચું જવાથી તેમજ ડૂંડી નીકળ્યાં બાદ રાસાયણિક ખાતરોનો પૂરતા ખાતર તરીકે વપરાશ કરવાથી બનવા પામતું હોય એવું છે. પરંતુ તે કોઈ ફ્યુંઝેરીયમ હેડ બ્લાઈટ જેવો ફૂગજન્ય રોગ નથી. જે અંગે સ્પષ્ટતા કરવામાં આવે છે. જેથી બીનજરૂરી ફૂગનાશક દવાઓનો છંટકાવ કરવો નહીં.
    First published:

    Tags: Amreli News, Farming Idea, Local 18