ગીર ગાય ની કિંમત લાખો માં બોલાઈ છે અને વહેંચાય છે.
ગીર ગાયની કિંમત ઉંચી હોય છે. એક ગાયની કિંમત એક લાખ રૂપિયા કરતા પણ વધારે હોય છે. તેમજ ગીર ગાયની વાછરડીની કિંમત 50,000 થી લઇને 70,000 સુધીની હોય છે. ગીર ગાય વાછરડી કરતા વાછરડાને વધુ જન્મ આપે છે.
Abhishek Gondaliya, Amreli: ગીર ગાય ભારતભરમાં પ્રખ્યાત છે. તેમજ ગીર ગાયની માંગ રહે છે. દેશની અનેક જાણીતી હસ્તીનાં આંગણે ગીર ગાય છે. ગીર ગાયની કિંમત પણ ઉંચી છે. ગીર ગાયની વાછરડીની કિંમત રૂપિયા 50 થી 70 હજાર સુધીની છે.
ગીર ગાય 10 મહિના દૂધ આપે છે
ગીર ગાય પૌષ્ટિક દૂધના ઉત્પાદન માટે ઓળખાય છે. દૂધ ઉત્પાદનની ગુણવત્તા અને ભારે બિલ્ડ(શરીર)નાં કારણે તેને ગાયની શ્રેષ્ઠ જાતની ઓલાદ ગણવામાં આવે છે.મોટા ભાગની ગીર ગાય વર્ષમાં 10 માસ દૂધ આપે છે.
અન્ય પશુ સરખામણીએ ગીર ગાય સાચવવી ઓછી ખર્ચાળ
ડો. સુમન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ગીર ગાયની ઓલાદ રોગો સામે સારી એવી પ્રતિકારક્ષમતા ધરાવે છે. કોઈપણ ચેપ, ઇન્ફેકશન માટે સંવેદનશીલ નથી. આથી, અન્યની સરખામણીએ ગીર ઓલાદોને સાચવવી ઓછી ખર્ચાળ અને ઓછી જટિલ છે.
વાછરડી કરતા વાછરડાને વધુ જન્મ આપે
ગીર ગાય તેના આયુષ્ય દરમિયાન 12 કરતાં પણ વધુ વખત વિયાણે છે. સામાન્ય રીતે તે 6 થી 10 વાછરડાને જન્મ આપે છે. જો સારો ખોરાક અને તંદુરસ્ત ઉછેર થાય તો તે 3 વર્ષની ઉંમરે પ્રથમ વેતર વિયાણે છે.
ગીર ગાયની કિંમત એક લાખ કરતા પણ વધુ
ગીર ગાયની શ્રેષ્ઠ ઓલાદની વાછરડીની 50,000થી લઇને 70,000 સુધી કિંમત હોઈ છે. જ્યારે ગાયની એક લાખ થી વધુની કિંમત હોઈ છે .
16 ટકા ઓક્સિઝન બહાર કાઢે
ગાય એ એકમાત્ર એવું પ્રાણી છે, જ શ્વાસમાં લીધેલ ઓક્સિઝન ( 21%) માથી માત્ર 5 % વાપરે છે. અને 16 % ઓક્સિઝન ઉચ્છવાસ દ્વારા બહાર કાઢે છે.
તમને બ્લડ પ્રેશરની તકલીફ હોય તો હાથ દ્વારા દરરોજ 15 મિનિટ માટે ગાયના શરીર પર મસાજ કરો તો તમને બ્લડ પ્રેશરની સમસ્યાથી છૂટકારો મળશે. એક ચમચી ગાયનું ઘી ખાવાથી ઘણા બધા રોગોથી દૂર રહી શકાય છે.