ચણાના ઝીંઝરાની શહેરી વિસ્તારમાં માંગ વધી ખેડૂત ને મહત્તમ ભાવ મળ્યા
અમરેલી જિલ્લામાં મોટો પ્રમાણમાં ચણાનું વાવેતર થયું છે. સાવરકુંડલા યાર્ડમાં ચણાની આવક શરૂ થઇ છે. આજે યાર્ડમાં 370 મણ ચણાની આવક થઇ હતી અને મણનાં 949 રૂપિયા ભાવ ઉપજ્યાં હતાં. યાર્ડમાં સારા ભાવ આવતા ખેડૂતો ખુશ થઇ ગયા છે.
Abhishek Gondaliya, Amreli: સાવરકુંડલા યાર્ડમાં ચણાની આવકના થઇ છે અને પ્રારંભે જ મણનાં રૂપિયા 949 ભાવ રહ્યો હતો. ચાલુ વર્ષે અમરેલી જિલ્લામાં 7000 હેક્ટરમાં ચણાનો વાવેતર થયું છે.તેમજ ચણાનું વાવેતર વધુ થતા આવક અને ઉત્પાદનમાં વધારો થશે. તેમજ ૩ માર્કેટીંગ યાર્ડમાં ચણાની આવક શરૂ થઇ છે.
સાવરકુંડલા યાર્ડમાં 370 મણની ચણાની આવક થઇ
ચાલુ વર્ષે અમરેલી જિલ્લામાં શિયાળુ પાક તરીકે ખેડૂતોએ ચણાનું સૌથી વધુ વાવેતર થયુ છે. ચણાની નવી આવક માર્કેટિંગ યાર્ડમાં શરૂ થઈ ગઈ છે. મોટી સંખ્યામાં ખેડૂતો માર્કેટિંગ યાર્ડમાં ચણા વેચવા આવી રહ્યા છે. સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં આજરોજ ચણાની 370 મણની આવક થઇ હતી.
જિલ્લામાં 1.40 લાખ હેકટરમાં વાવેતર થયુ
જિલ્લામાં શિયાળો પાક તરીકે 1.40 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. જેમાં સૌથી વધુ 70,000 હેક્ટરમાં ચણાનું વાવેતર નોંધાયું છે. ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે ચણાનું વધુ વાવેતર નોંધાયું છે.ચણાનો પાક ઓછા પાણીએ થઇ જાય છે. તેમજ ચણાનાં ભાવ પણ સારા મળે છે. જેના કારણે ખેડૂતો ચણાનું વાવેતર કરી રહ્યાં છે.