Home /News /amreli /Amreli: શું તમને ખબર છે કે, લતા મંગેશકરે અમરેલીમાં બનાવ્યું છે એક મંદિર, શિરડીથી મોકલી હતી મૂર્તિ

Amreli: શું તમને ખબર છે કે, લતા મંગેશકરે અમરેલીમાં બનાવ્યું છે એક મંદિર, શિરડીથી મોકલી હતી મૂર્તિ

લતા મંગેશકર જી દ્વારા મોરંગી ગામની અંદર મંદિર બનાવી આપવામાં આવ્યું હતું

રાજુલા પંથકમાં અને મોરંગી ગામમાં સાંઈ ભક્તોની સંખ્યા ખુબ જ હતી, આથી લતા દીદીએ તેમના સાંઈ પ્રત્યેની લાગણી જોઈને મોરંગી ગામમાં મંદિર બંધાવવાનું નક્કી કર્યું હતું,

  Abhishek  Gondalia, Amreli:  માત્ર 13 વર્ષની ઉંમરથી સંગીતની શરૂઆત કરનાર અને એક હજારથી વધુ ગીતોમાં પોતાનાં સુરીલા અવાજથી અમર કરનાર ગાયિકા લતા મંગેશકર આજે આપણી વચ્ચે નથી, પરંતુ તેમની યાદો આજે પણ અકબંધ છે. લતા મંગેશકરે ગુજરાતી ગીતો ગાયા છે.આથી ગુજરાતીઓને તેમના પ્રત્યે પણ ખાસ લાગણી છે, ત્યારે તમને જાણીને નવાઈ લાગશે કે ગાયિકા લતા મંગેશકર અમરેલી અંગે સારી રીતે માહિતીગાર હતાં, કારણ કે તેમનાં અંગત મદદગાર મહેશભાઈ રાઠોડ રાજુલાનાં મોરંગી ગામનાં હતાં. એટલું જ નહીં મોરંગી ગામમાં લતા મંગેશકરે ખાસ સાંઈ બાબાનું મંદિર બનાવી આપ્યું હતું. આ માટે ખાસ શિરડીથી મૂર્તિ મોકલાવી હતી. આવો જાણીએ કેવું છે લતા મંગેશકરે બંધાવી આપેલું મંદિર.

  અમરેલીના લોકોને મહાન ગાયિકા લતા મંગેશકર સાથે ખાસ લાગણી છે, કારણ કે તેમના ખાસ મદદનીશ મહેશભાઈ રાઠોડ, જે રાજુલા તાલુકાના મોરંગી ગામના હતા. મહેશભાઈ મુંબઈમાં લતા દીદીની સાથે જ રહેતા હતાં, મહેશભાઈનાં વતન પ્રત્યે લતાદીદીને ખાસ લગાવ હતો.  આથી જ અમરેલીનાં રાજુલાની આસ પાસ અને ખાસ મોરંગી ગામમાં વિવિધ કામ માટે તેઓએ લાખો રૂપિયાની સહાય પણ કરી છે. લતા મંગેશકરનાં અમરેલી અંગેનાં લગાવ અંગે વાત કરતા ધારાસભ્ય અમરીશ ડેર જણાવે છે કે એક સ્થાનિક સ્કૂલમાં લતા દીદીએ સવાલાખ રૂપિયાનું દાન કરેલું છે. આ સિવાય પણ તેઓએ અનેક સેવાકીય પ્રવૃત્તિ અહીં કરેલી છે.

  મોરંગી ગામમાં લતા મંગેશકરે બનાવ્યું છે મંદિર

  અમરેલીનાં રાજુલા પંથકમાં અને મોરંગી ગામમાં સાંઈ ભક્તોની સંખ્યા ખુબ જ હતી, આથી લતા દીદીએ તેમના સાંઈ પ્રત્યેની લાગણી જોઈને મોરંગી ગામમાં મંદિર બંધાવવાનું નક્કી કર્યું હતું, આ માટે ખાસ લતાદીદીએ મહારાષ્ટ્રનાં શિરડીમાંથી સાંઈબાબાની મૂર્તિ મોકલાવી અને ત્યારબાદ મૂર્તિની સ્થાપના કરવા માટે ખાસ શિરડી મંદિરનાં પુજારીને બોલાવવામાં આવ્યા હતાં.  આજે આ મંદિરે દર્શન કરવા માટે દૂર દૂરથી લોકો આવે છે. અને ખાસ અમરેલીના લોકો ગર્વથી કહે છે કે નાના એવા ગામમાં ભવ્ય મંદિર ભારતની મહાન ગાયિકા લતા મંગેશકરે બંધાવી આપ્યું છે.
  First published:

  Tags: Amreli News, Hindu Temple, Lata Mangeshkar, Lord

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन