Abhishek Gondaliya.Amreli. અમરેલી જિલ્લો એટલે સૌરાષ્ટ્ર જ નહીં પરંતુ ગુજરાત માટે ખેતી ક્ષેત્રે મહત્વનો જિલ્લો છે, અહીંના ખેડૂતો સીઝનલ ખેતીની સાથે સાથે હવે રોકડિયા પાક તરફ વળ્યા છે. ખાસ કરીને કેટલાક યુવાનો ઇનોવેટિવ ખેતી કરી સારી એવી આવક મેળવી રહ્યાં છે. અમરેલીના યુવાનો મોટા ભાગે હીરા ઘસવાના વ્યવસાય સાથે સંકળાયેલા છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી હીરામાં આવતી મંદીથી કંટાળી માદરે વતન આવ્યા છે અને અહીં જ નાના-મોટા વ્યવસાય કરી રહ્યાં છે. જેમાં વધુ યુવાનો ખેતી તરફ વળ્યા છે. આવા જ એક યુવક સાવરકુંડલાના મોટા ભમોદરા ગામમાં રહે છે જેઓ નોકરી છોડી ખેતી કરી રહ્યાં છે અને તેમાંથી સારી એવી આવક પણ મેળવી રહ્યાં છે. ત્યારે કોણ છે આ યુવક અને કેવી છે તેમની કહાની જાણીએ...
હજારો રૂપિયા નો પગાર છોડી કરી ખેતી!
મોટા ભમોદરા ગામના ખેડૂત વિપુલભાઈ સુરત ખાતે રત્નકલાકાર તરીકે કામ કરી રહ્યા હતા. બાદમાં તેઓને માદરે વતન ભમોદરા ગામ ખાતે પોતાની ખેતીવાડી આવેલી હોય જેથી પોતે રત્નકલાકારનું કામ છોડી અને પરત વતન ભમોદરા ખાતે આવ્યા. ત્યારબાદ જેવો દ્વારા કપાસ અને મગફળીની ઉત્પાદન ખેતી કરવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ ગરીબોની કસ્તુરી કહેવાથી એવી ડુંગળી નું વાવેતર કર્યું જેની અંદર જેઓને સફળતા મળી હતી. ત્યારબાદ છેલ્લા 12 વર્ષથી વિપુલભાઈ સાવલિયા દ્વારા ડુંગળીના બિયારણ નું ઉત્પાદન કરવામાં આવે છે. પોતાના દ્વારા જ આ પ્લોટીંગ કરવામાં આવે છે અને ડુંગળીનો બિયારણનો ઉત્પાદન કરી અને અનેક ખેડૂતોને વેચવામાં આવે છે
રત્ન કલાકાર થી ડુંગળી સુધીની સફરખેડનાર વિપુલભાઈએ ન્યૂઝ 18 લોકલ સાથે વાત કરતા જણાવ્યું કે જેઓ રત્નકલાકાર માંથી માત્ર વતન આવ્યા ને ત્યારબાદ આ ડુંગળીનું પ્લોટીંગ કરવાનું શરૂ કર્યું હતું. આ ડુંગળીના પ્લોટીંગ ની અંદર વિપુલભાઈ દ્વારા 8.50 લાખ સુધીનો રોકાણ કરવામાં આવે છે પોતાના ખેતરમાં અને ત્યારબાદ સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયાઓ કરી અને એક સરસ લાલ સફેદ ડુંગળીના બિયારણ તૈયાર કરવામાં આવે છે અને આ બિયારણ સ્થાનિક તેમજ આજુબાજુના ગ્રામીણ વિસ્તાર તેમજ અન્ય જિલ્લાના લોકો ખરીદવા આવે છે.
વધુમાં જણાવ્યું હતું કે 8.50 લાખના રોકાણ સામે વિપુલભાઈએ 19 થી 20 લાખની પ્રતિ વર્ષે આવક મેળવી જેથી આવકમાં 50% નો વધારો થતા વિપુલભાઈએ સતત પ્રયત્ન શરૂ રાખ્યા હતા અને આજે જેવો છેલ્લા 12 વર્ષથી આ પ્રકારની ખેતી કરવામાં આવે છે ડુંગળીના બિયારણ નું ઉત્પાદન કરીને વેચવામાં આવે છે ડુંગળીમાં સફેદ.લાલા.અને ઘાવરીયું ડુંગળીના બિયારનું ઉત્પાદન કરવામાં આવે છે