Home /News /amreli /Amreli: તુલસીશ્યામના જંગલમાં આવેલું હનુમાન મંદિર, વિદેશી પક્ષીઓ બને છે મહેમાન

Amreli: તુલસીશ્યામના જંગલમાં આવેલું હનુમાન મંદિર, વિદેશી પક્ષીઓ બને છે મહેમાન

આ મંદિરમાં હનુમાનજી બિરાજતા હોવાથી અનેક શ્રદ્ધાળુઓ આવે છે અહીં દર્શન અર્થે

હનુમાન ગાળા એ ખાંભા તાલુકાના જંગલ અને તુલસીશ્યામ રેન્જનું નરી પ્રકૃતિથી હરિયું ભર્યું નયન રમ્ય સ્થળ છે અહીં સ્થળે મોટું કે વિશાળ મંદિર નથી પરંતુ નાનો આશ્રમ છે જ્યાં લોકો શ્રદ્ધાપૂર્વક આવે છે વિદેશી પક્ષીઓના આગમન કરતા હોવાથી પક્ષી નિરીક્ષકો અને પ્રકૃતિ પ્રેમીઓ પણ

વધુ જુઓ ...
Abhishek Gondaliya Amreli:  આજે ઇન્ટરનેટના યુગમાં લોકોને નવા નવા પ્રવાસન સ્થળો જોવા ખુબ પસંદ આવી રહ્યાં છે, યુટ્યુબર દ્વારા આવા સ્થળો વિશે લોકોને માહિતી આપવામાં આવે છે. જો કે કેટલાક એવા પણ સ્થળો છે જે હજુ સુધી લોકો અજાણ છે. આવું જ એક ઐતિહાસિક મંદિર અમરેલીમાં આવેલું છે. ખાંભાથી ફક્ત 17 કિલોમીટરના અંતરે આવેલું છે પ્રાચીન હનુમાનજી મહારાજનું મંદિર, જે સ્થાનિકો માટે આસ્થાનું કેન્દ્ર છે. હનુમાન ગાળા એ ખાંભા તાલુકાના જંગલ અને તુલસીશ્યામ રેન્જનું નરી પ્રકૃતિથી હરિયું ભર્યું નયન રમ્ય સ્થળ છે. અહીં મોટું કે વિશાળ મંદિર નથી પરંતુ નાનો આશ્રમ છે જ્યાં લોકો શ્રદ્ધાપૂર્વક આવે છે. ખાસ કરીને આસપાસના ગામના લોકો વારતહેવારે અહીં આવે છે.

વિદેશી પક્ષીઓના આગમન કરતા હોવાથી પક્ષી નિરીક્ષકો અને પ્રકૃતિ પ્રેમીઓ પણ અહીં આવે છે.  જંગલ વિસ્તારની અંદર આસપાસ વસતા નેસના માલધારીઓ ભાવિકો અને પશુ ઢોરને ચલાવતા પૌરાણિક લોકોએ સંશોધિત આ અતિ પ્રાચીન હનુમાનજી મંદિર આવેલું છે જે એક આસ્થાનું કેન્દ્ર છે.જંગલોની જાળીઓ વચ્ચે આવેલા એક અહલદક યનો નાનો આસ્થા નું કેન્દ્ર એટલે આ હનુમાનગાળા આશ્રમથી એક કિલોમીટર દૂર કે દૂર જંગલમાં હનુમાનજીની મૂર્તિ સાથેનું મંદિર આવેલું છે.હનુમાન ગાળા એ જંગલ વિસ્તારની અંદર પશુ ઢોર ને ચારવા આવતા પૌરાણિક લોકોએ સંશોધિત આ અતિ પ્રાચીન હનુમાનજી મહારાજનું સ્થાન આવેલું છે. હનુમાનગાળા પ્રથમ દ્રષ્ટિએ વનદેવીમાં શ્રદ્ધા ધરાવતા અને ઈશ્વર પ્રત્યે આસ્થા રાખતા માણસોને સ્પર્શી જાય તેવું લીલુંછમ વનરાય વચ્ચે વૃક્ષોથી હરિભરી જંગલોની જાળીઓ વચ્ચે આવેલો એક અહદાયિક આસ્થાનું કેન્દ્ર છે આશ્રમથી લગભગ એકાદ કિલોમીટર દૂર ગાઠ જંગલમાં હનુમાનજીની મૂર્તિ સાથેનું મંદિર આવેલું છે.ગીરના જંગલો વચ્ચે આવેલી લાંબી ગિરિમાળાઓ વચ્ચે બે પર્વતના સામસામા સમૂહના વચ્ચેના ટોપમાં આ હનુમાનજી મહારાજનું મંદિર આવેલું છે. આ મંદિરની આસપાસ વાનર મોર સહિતના પોશુ પક્ષીઓ સામાન્ય રીતે જોવા મળે છે. ગીરની સંપદાને બધા રૂપનો બને તે માટે અહીં રાત્રે રોકાણ અસંભવ છે. જ્યારે સાંજના પાંચ વાગ્યા બાદ જંગલ વિસ્તારમાં રહેલું પણ ગુનો બનતો હોય છે જેથી અહીં વન વિભાગ દ્વારા સાંજે 5:00 વાગ્યા પછી કોઈપણ વ્યક્તિને પ્રવેશ આપવામાં આવતો નથી.
First published:

Tags: Hanuman Temple, Local 18, અમરેલી

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો