Home /News /amreli /Amreli: મહિલાઓને સરકાર દર મહિને 1200 રૂ. આપે છે, જાણો કઇ યોજના છે!
Amreli: મહિલાઓને સરકાર દર મહિને 1200 રૂ. આપે છે, જાણો કઇ યોજના છે!
વિધવા બહેનો માટે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના વધુ લાભ દાયક
વિધવા બહેનો માટે સરકાર દ્વારા એક સહાય યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં વિધવા મહિલાઓને દર મહિને 1250 રૂપિયાની સહાય આપવામાં આવે છે. તેમજ અકસ્માતે મોત થાય તો 1 લાખ મળે છે.
Abhishek Gondaliya. Amreli. અમરેલી જિલ્લામાં તેમજ ગુજરાત વસતા વિધવા બહેનો માટે સરકાર દ્વારા એક સહાય યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનમાં વિધવા મહિલાઓને દર મહિને બેન્ક એકાઉન્ટમાં 1250 રૂપિયા સહાય પેટે આપવામાં આવે છે.
નિરાધાર વિધવા બહેનો સમાજમાં સન્માનભેર જીવન જીવી શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા વિધવા બહેનોને આર્થિક મદદરૂપ થવાના ઉદ્દેશ સાથે ગંગા સ્વરૂપ યોજના અમલમાં મુકી છે. થોડા સમય બાદ સરકાર વિધવા સહાય યોજનાનું નામ બદલીને ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના (Ganaga Swarupa Arthik sahay Yojana) કરવામાં આવ્યું છે. વિધવા બહેનને 21 વર્ષથી વધુ ઉંમરનો પુત્ર હોય તો પણ આ યોજનાનો લાભ મળશે. વિધવા સહાય યોજના ગુજરાત રાજ્ય દ્વારા ગંગા સ્વરુપા આર્થિક સહાય યોજના ચલાવવામાં આવે છે . કેન્દ્ર સરકાર દ્વારા અને ગુજરાત રાજ્ય સંયુક્ત રીતે ઈન્દિરા ગાંધી નેશનલ વિડો પેન્શન સ્કીમ ચલાવવામાં આવે છે.
આ યોજનામાં ક્યાં લાભ મળે
1- વિધવા લાભાર્થીને દર મહિને લાભાર્થીના પોસ્ટ,બેંક ખાતામાં સીધા DBT (Direct Benefit Transfer) મારફતે 1250 રૂપિયા જમા કરવામાં આવે છે.
2- વિધવા સહાય મેળવતા લાભાર્થીનું અકસ્માતે મૃત્યુ થતાં સરકારની ગુજરાત સામૂહિક જૂથ સહાય(જનતા) અકસ્માત વિમા યોજના અંતર્ગત વારસદારને રૂપિયા 1,00,000 મળે છે.
પતિના મરણનો દાખલો, આધારકાર્ડ., રેશનકાર્ડની નકલ,આવક અંગેનો દાખલો, વિધવા હોવા અંગેનો દાખલો,પુન:લગ્ન કરેલ નથી તે બાબતનું તલાટીનું પ્રમાણપત્ર, અરજદારની ઉંમર અંગેના પુરાવા, પાસપોર્ટ સાઇઝના બે ફોટા, બેંક અથવા પોસ્ટ પાસબુક આપવાના રહે છે.
કઇ રીતે અરજી કરવી, ફોર્મ ક્યાં અને કેવી રીતે ભરવું?
ગુજરાત સરકાર દ્વારા Vidhva Sahay Yojana અન્વયે ઓનલાઈન અરજીઓ બાબતેની કામગીરી ગ્રામપંચાયત ખાતે Digital Gujarat Portal પરથી ઓનલાઈન અરજી કરવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે.ગ્રામપંચાયત ખાતે VCE (Village Computer Entrepreneur) પાસેથી ડિજિટલ ગુજરાત પોર્ટલ (Digital Gujarat login) પર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. નિરાધાર વિધવા સહાય યોજનાનો લાભ મેળવવા માટે Indira Gandhi National Widow Pension Scheme અને Destitute Widow Pension Scheme(DWPS) એમ બે સ્કીમના ધારા-ધોરણો મુજબ અરજીઓના નમૂના અલગ-અલગ છે .જેથી જેની પાત્રતા ધરાવતા હોય તેનું અરજી ફોર્મ ભરવાનું રહેશે. પરંતુ લાભાર્થીઓને સહાયની રકમ એકસમાન દર મહિને રૂપિયા 1250 મળવાપાત્ર જ થશે.