Home /News /amreli /Amreli: આ ખેડૂતને હળદરના કિલોના 220 અને મરચાના 300 રૂપિયા કેમ મળ્યા, જાણો

Amreli: આ ખેડૂતને હળદરના કિલોના 220 અને મરચાના 300 રૂપિયા કેમ મળ્યા, જાણો

X
મિશ્ર

મિશ્ર ખેતી અને સાથે જ ઓર્ગેનિક ખેતી થિ કરી કમાણી 

અમરેલી જિલ્લાના વંડા ગામના ખેડૂત જગદીશભાઈ તલાવિયા મિશ્ર ખેતી કરી રહ્યા છે. તેમજ હળદર અને મરચાનું પ્રોસેસિંગ કરી વેચાણ કરે છે. લીલી હળદર કે મરચા વેચવાની જગ્યાએ સૂકવીને વેચાણ કરે છે. પરિણામે લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે.

Abhishek Gondaliya, Amreli : ખેડૂતો ખેતીમાં આવન નવા પ્રયોગ કરી રહ્યા છે, ત્યારે અમરેલી જિલ્લાના વંડા ગામના ખેડૂતે મિશ્ર ખેતી કરી વધુ ઉત્પાદન અને વધુ આવક મેળવી છે. આ ખેડૂત મિશ્ર ખેતીના માધ્યમથી પાંચ વીઘામાંથી પાંચ લાખથી વધુનું ઉત્પાદન મેળવ્યું છે. 10 ધોરણ ભણેલા ખેડૂતે હળદર અને મરચાનું પ્રોસેસિંગ કરી વેચાણ કરે છે.તેમજ હળદર અને મરચા સૂકવીને વેચી રહ્યા છે. પરિણામે તેમને સારા ભાવ મળે છે.

શું કામ મિશ્ર ખેતી કરે છે ?

વંડા ગામના 38 વર્ષીય જગદીશભાઈ તલાવિયા છેલ્લા ચાર વર્ષથી ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે. જગદીશભાઈએ પાંચ વીઘામાં મલચિંગ પદ્ધતિથી મરચીનું વાવેતર કર્યું છે,સાથે જ હળદરનું વાવેતર કર્યું છે.



આ ઉપરાંત પાંચ વીઘામાં લીંબુનું પણ વાવેતર કર્યું હતું.ખેડૂતનું માનવું છે કે, ત્રણેય સિઝનમાં ઉત્પાદન મળે તો વધુ આવક મેળવી શકાય. જેને લઇ તેઓ મિશ્ર ખેતી કરી રહ્યા છે.

હળદર, મરચાના કેટલા ભાવ મળ્યા ?

જગદીશભાઈ જણાવ્યું હતું કે, 100 મણથી વધુ હળદરનું ઉત્પાદન થયું હતું અને હળદરના પ્રતિ કિલો 220 રૂપિયા ભાવ મળ્યા હતા.



જ્યારે મરચાનું 80 મણથી વધુ ઉત્પાદન થયું હતું. જેના પ્રતિ કિલો 300 રૂપિયા મળ્યા હતા. જયારે દેશી મરચાના પ્રતિ કિલો 500 રૂપિયા મળ્યા હતા. જોકે લીંબુના માર્કેટમાં નહિવત ભાવ મળ્યા હતા.



ઘરે પ્રોસેસિંગ યુનિટ બનાવ્યું

જગદીશભાઈ વર્ષોથી ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે. જેના કારણે હળદર અને મરચાના સારા ભાવ મળી રહ્યા છે.



તેમજ પોતાના નિવાસ્થાને પ્રોસેસિંગ યુનિટ પણ બનાવ્યું છે. ઓર્ગેનિક હળદર અને મરચાનું પેકિંગ કરી બજારમાં વેચી રહ્યા છે.
First published:

Tags: Amreli News, Farmers News, Local 18

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો