Home /News /amreli /Union Budget 2023: ડિઝલનાં ભાવ વધતા ખેતી ખર્ચ વધ્યો, ખેડૂતોએ બજેટમાં આ કરી માંગ

Union Budget 2023: ડિઝલનાં ભાવ વધતા ખેતી ખર્ચ વધ્યો, ખેડૂતોએ બજેટમાં આ કરી માંગ

X
અમરેલી

અમરેલી માં ખેડૂતો એ બજેટ માં કરી વિવિધ માગ 

ખેતીમાં ટ્રેકટર સહિતનો સાધાનોનો ઉપયોગ વધ્યો છે. બળદથી ખેતી ઓછી થઇ રહી છે. બીજી તરફ ડિઝલનાં વધતા ભાવનાં કારણે ખેતી પર અસર પડી છે. ત્યારે આગામી બજેટમાં ખેડૂતોને ડિઝલમાં સબસીડી આપવા માંગ કરી છે.

Abhishek Gondaliya, Amreli: પેટ્રોલ ડીઝલના ભાવ વધતા ખેતી પણ મોંઘી થઈ છે. મજૂરી પણ મોંઘી થઈ છે. અમરેલી જિલ્લામાં વસતા ખેડૂતે માછીમારોને આપવામાં આવતી ડીઝલ સબસીડી ખેડૂતોને આપવાની બજેટમાં વિશેષ માંગ કરી છે.

અમરેલી જિલ્લો મોટાભાગે ખેતી પર નિર્ભર જિલ્લો છે. ખેડૂતો અને ખેતી ઉપયોગી સાધનમા ડીઝલની ખૂબ જ જરૂરિયાત હોય છે.આજે દિન પ્રતિદિન મોંઘવારી વધી રહી છે અને ખેતી ટ્રેક્ટર આધારિત બની ગઇ છે. ડીઝલનો ભાવ વધી રહ્યા છે. ખેતી ખર્ચાળ બની રહી છે.

ખેડૂતોએ બજેટમાં ડીઝલમા સબસિડી આપવા કરી માંગ


ડીઝલ અને પેટ્રોલનો ભાવ આસમાને પહોંચ્યા છે. ખેડૂતોએ ડીઝલ પર સબસીડી આપવાની માંગ કરી છે. ખેતીમા સૌથી વધુ ટ્રેકટરનો ઉપયોગ કરવામાં આવે છે. જેથી ડીઝલમાં સબસીડી મળે તો ખેતીમાં ફાયદો થાય તેમ છે.




બજેટમાં જોગવાઇ કરવા માંગ કરાઇ


ખેડૂત જણાવ્યું હતું કે, પાક નુકસાની થાય છે. ત્યારે ખેડૂતને પૂરતી સહાય મળતી નથી અને આખરે ખેડૂતને નુકસાન વેઠવાનો વારો આવે છે. આગામી બજેટમાં ખેડૂતોને ધ્યાને રાખી અને ડીઝલ સબસીડી અને પાક નુકસાનીમાં પૂરતી સહાય મળે જેવી માંગ કરવામાં આવી છે.
First published:

Tags: Amreli News, Local 18, Union budget

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો