42 ફળફળાદી વૃક્ષ વાવી અને અનોખી રીતે જન્મ દિવસની કરી ઉજવણી
બાબરા તાલુકાના ચમારડીના ખેડૂત પોતાનો જન્મ દિવસ અનોખી રીતે ઉજવે છે. પોતાના જન્મને 41 વર્ષ પુરા થતા 42 વૃક્ષનું વાવેતર કર્યું હતું.આ તમામ વૃક્ષ ફળના છે. માત્ર પક્ષીઓ માટે જ આ વૃક્ષનું વાવેતર કર્યું છે.
Abhishek Gondaliya. Amreli: ખેડૂત અન્નદાતા છે. દરેક જીવ માટે અન્ન ઉગાડે છે. અહીંના ખેડૂતે પોતાના જન્મ દિન પર જુદા જુદા પ્રકારના વૃક્ષનું વાવેતર કર્યું છે. બાબરના ચમારડીના ખેડૂત પંકજભાઈએ પોતાના 41 વર્ષ પુરા થતા જુદા -જુદા પ્રકારના 42 વૃક્ષ વાવ્યા છે.જેને કારણે અહીં નિયમિત સૌથી વધુ પક્ષીઓ અહીં આવે છે . પંકજભાઇએ વધુ માં જણાવ્યું હતું કે, હાલ પશુ પક્ષીઓ માટે ખોરાક મળવો નહિવત છે. જન્મ દિવસ વૃક્ષનું વાવેતર કરવાનું નક્કી કરું હતું. બાદ 45 વિઘા જમીનના શેઢા પર વૃક્ષનું વાવેતર કર્યું છે.
આ પ્રકારના વૃક્ષઓનું વાવેતર કર્યું
જમીનમાં 41 જન્મ દિવસના દિવસે 42 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું .જેમાં આફ્રિકનફ્રુટ, આવોકડો, જામફળ,સેતુર,અંજીર,સીતાફળ તેમજ અન્ય ફળનું વાવેતર કરવામાં આવ્યું હતું. આજે આ વૃક્ષો એક વર્ષના થઇ જતાં હાલ મોટી સંખ્યા માં પક્ષોઓ આવે છે.
અનેક પક્ષીઓ અહીં આવે છે
ખેતરમાં આજે ફળ ખાવા માટે જેવા કે કબૂતર,ચકલીઓ,કાગડા,પોપટ જેવા અનેક પક્ષીઓ આવે છે. સાથે પક્ષીઓને પીવા માટે પાણીની પણ વ્યવસ્થા ખેડૂત પંકજભાઈએ કરી છે.
દરેક ખેડૂતોએ ફળાદી વૃક્ષઓનું વાવેતર કરવું જોઈએ
પંકજભાઈએ જણાવ્યું હતું કે,હાલ વૃક્ષોની સંખ્યામાં ખુબજ ઘટાડો થઇ રહ્યો છે અને પક્ષીઓને ખોરાકની શોધ અનેક ખેતરોમાં જાય છે.
તેમજ ગ્લોબર વોર્મિંગમાં સુધારો માટે વૃક્ષોની ખુબ જ જરૂર છે.વૃક્ષોનું વાવેતર દરેક ખેડૂતે પોતાના વાડીમાં શેઢા કરવું જોઈએ. જેથી સહેલાઈથી પક્ષીઓને રહેઠાણ પાણી અને ખોરાક મળી રહે.