Home /News /amreli /Amreli: ઢસાની ધોરણ 10ની છાત્રાનું PM સન્માન કરશે, જાણો શું કામ

Amreli: ઢસાની ધોરણ 10ની છાત્રાનું PM સન્માન કરશે, જાણો શું કામ

દિલ્લી ખાતે વડાપ્રધાનના હસ્તે દ્રષ્ટિને સન્માનિત કરાશે

મંત્રાલય અને શિક્ષા મંત્રાલય દ્વારા વિરગાથા 2.0 પ્રોજેક્ટ અંતર્ગત વીર જવાનો ઉપર વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં. ઢસા ગામની કારિયાણી દ્રષ્ટીએ કારગીલના હીરો કેપ્ટન વિક્રમ બત્રા પર નિબંધ લખ્યો હતો.જેની રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી થઇ છે.

વધુ જુઓ ...
Abhishek Gondaliya, Amreli: ભારત સરકાર દ્વારા નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વીર જવાનો વિષય પર નિબંધ સ્પર્ધા યોજાઈ હતી.ઢસા ગામની કારિયાણી દ્રષ્ટીએ કારગીલના હીરો કેપ્ટન વિક્રમ બત્રા પર નિબંધ લખ્યો હતો. રક્ષા મંત્રાલય અને શિક્ષા મંત્રાલય દ્વારા આ નિબંધની પસંદગી કરવામાં આવી છે.

15 વર્ષની વિદ્યાર્થીનીનું રાષ્ટ્ર લેવલે સન્માન થશે

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા ગામની વિદ્યાર્થીની કારિયાણી દ્રષ્ટિ વિજયભાઈએ હીરો કેપ્ટન વિક્રમ બત્રા વિશે અંગ્રેજીમાં નિબંધ લખી રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનુ નામ રોશન કર્યું છે. કારિયાણી દ્રષ્ટિ ઢસા ગામે ધો10માં અભ્યાસ કરે છે. 26 જાન્યુઆરીના દિલ્લી ખાતે વડાપ્રધાનના હસ્તે દ્રષ્ટિનું સન્માન કરવામાં આવશે.

દેશભરના બાળકોએ સ્પર્ધામાં ભાગ લીધો

મંત્રાલય અને શિક્ષા મંત્રાલય દ્વારા વિરગાથા 2.0 પ્રોજેક્ટ અંતર્ગત વીર જવાનો ઉપર વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશભરમાંથી ધોરણ 9 અને 10 ના વિધાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં નિબંધ, કવિતા, ચિત્રો, વીડિયો બનાવી સ્પર્ધામાં જોડાયા હતા.

રોકડ પુરસ્કાર રૂપિયા 10,000 આપવામાં આવશે

આ સ્પર્ધામાં બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા ગામની દ્રષ્ટિ વિજયી બની છે. ગઢડા તાલુકાના ઢસા ગામની આર.જે.એચ હાઇસ્કુલમાં અભ્યાસ કરે છે. આગામી 26 જાન્યુઆરીના રોજ રક્ષા મંત્રલાય દ્વારા દ્રષ્ટિનું સન્માન કરીને રોકડ પુરસ્કાર રૂપિયા 10,000 આપવામાં આવશે.
First published:

Tags: Amreli News, Award, Girl students, Local 18

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો