સમાજમાં એક સંદેશ આત્મક પ્રેરણા આપનાર જયાણી પરિવારે કર્યા પુત્ર વધુ ના લગ્ન
સાવરકુંડલામાં સમાજને નવી રાહ ચિંધ્યો કિસ્સો સામે આવ્યો છે. પુત્રનું કોરોનાનાં નિધન થયું હતું. બાદ પુત્રવધૂને સસરાએ પિતા બની દીકરીની જેમ વિદાય આપી છે.પુત્ર વધુને દીકરીને જમે સાસરે વળાવી હતી.
Abhishek Gondaliya, Amreli: સામાન્ય રીતે આપણે દીકરીના લગ્ન જોયા હોય છે. આજે સાવરકુંડલામાં પુત્રવધૂના લગ્ન યોજાયા હતા. સાવરકુંડલાના જયાણી પરિવારે પુત્રવધૂના લગ્ન ધૂમધામથી કર્યું હતાં. પુત્રનું નિધન થતાં પુત્રવધૂને દીકરીની જેમ સાસરે વળાવી હતી અને પુનઃલગ્ન જીવન સ્થાપિત કરાવ્યું હતું.
કોરોનામાં પુત્રનું નિધન થયું હતું.
રમેશભાઈએ જણાવ્યું હતું કે, કોરોના સમયમાં પોતાના પુત્ર આશિષનું નિધન થયું હતું. આશિષના લગ્નના સાત વર્ષ થયા હતા. પુત્રવધૂ વિધવા બન્યા હતા. પુત્રવધૂની ઉંમર ખૂબ જ નાની હતી. જેથી પરિવારમાં પુત્રવધૂના લગ્ન કરવાનો વિચાર મુક્યો હતો. પરિવારે આ વિચારને સ્વીકાર કર્યો હતો. પુત્રવધૂના માતા પિતા સાથે પણ વાત કરી અને આ વિચાર મુકતા જેવું એ પણ સ્વીકાર કર્યો હતો. પુત્રવધૂ કોમલબેનના આજે લગ્ન યોજાયા હતા.
સમાજ માટે ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું
રમેશભાઈ વધુમાં જણાવ્યું હતું કે, નાની ઉંમરે દીકરી કે પુત્ર વધુ વિધવા બને અને જીવન એકલા જ પસાર કરવું પડે, તે ખૂબ જ કઠિન છે. દરેક સમાજના લોકોએ જુના રીત રિવાજો છોડવાની જરૂર છે. નાનકડી દીકરીઓના જીવનમાં અંજવાળું પાથરવાનો પ્રયાસ કરવો જોઈએ.
પુન:લગ્ન કરાવી સમાજને નવો રાહ ચિંધ્યો
કોમલબેનના આજે લગ્ન યોજાયા હતા. જેમાં કોમલબેનના માતા-પિતા અને પરિવારજનો, સાધુ-સંતોની ઉપસ્થિતિમાં લગ્ન વિધિ યોજાઈ હતી. જયાણી પરિવાર દ્વારા પુત્રવધૂના પુનઃ લગ્ન કરી સમાજને એક નવો રાહ ચિંધ્યો છે.