સાવરકુંડલમાં કરૂણા અભિયાનનો પ્રારંભ થયો છે. સાવરકુંડલનાં 35 યુવાનોએ મળીને અભિયાન શરૂ કર્યુ છે. તેમજ કંટ્રોલ રૂમ શરૂ કર્યો છે. કંટ્રોલ રૂમનાં નંબર પણ જાહેર કરવામાં આવ્યાં છે. પતંગની દોરીથી ઘાયલ થતા પક્ષીની સારવાર કરવામાં આવશે.
સાવરકુંડલમાં કરૂણા અભિયાનનો પ્રારંભ થયો છે. સાવરકુંડલનાં 35 યુવાનોએ મળીને અભિયાન શરૂ કર્યુ છે. તેમજ કંટ્રોલ રૂમ શરૂ કર્યો છે. કંટ્રોલ રૂમનાં નંબર પણ જાહેર કરવામાં આવ્યાં છે. પતંગની દોરીથી ઘાયલ થતા પક્ષીની સારવાર કરવામાં આવશે.
Abhishek Gondaliya, Amreli: સાવરકુંડલમાં 35 યુવાનોએ મળીને કરૂણા અભિયાન શરૂ કર્યું છે. તેમજ મકરસંક્રાંતિને લઇને કંટ્રોલ રૂમ કાર્યરત કર્યો છે. આ ઉપરાંત ઉતરાયણનાં દિવસે ડોકટર ઉપસ્થિત રહેશે અને ઘાયલ પક્ષીને સારવાર આપશે.
સતિષભાઈ પાંડેએ જણાવ્યું હતુ કે, વર્ષોથી કરૂણા અભિયાન ચલાવવામાં આવે છે. તેમજ વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ સાથે પણ સંકળાયેલા છે. સાવરકુંડલા શહેરમાં કરૂણા અભિયાન અંતર્ગત કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો છે. ઉતરાયણ પર્વમાં ઇજાગ્રસ્ત પક્ષીઓને ઝડપથી સારવાર મળી રહે તે માટે કંટ્રોલ રૂમ શરૂ કર્યો છે. કંટ્રોલરૂમ પાસે જ પશુ દવાખાનું છે.
અભિયાનમાં 35 જેટલા વ્યક્તિ જોડાયા
પક્ષી બચાવો અભિયાનમાં 35 જેટલા વ્યક્તિઓ જોડાયા છે. જેમાં એક એક વ્યક્તિ પોતાના નિવાસસ્થાને એક એક પક્ષીઓને રાખે છે. તેઓની સમય અંતરે ટ્રીટમેન્ટ અને ધ્યાન રાખી અને પક્ષીને સ્વસ્થ કરે છે. ત્યારબાદ જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવે છે. ઉતરાયણ પર્વ પર એક એમ્બ્યુલન્સ પણ ખાસ કાર્યરત કરવામાં આવે છે. એમ્બ્યુલન્સ દ્વારા પક્ષીને સરકારી દવાખાના સુધી લાવવામાં આવે છે. પક્ષી બચાવો અભિયાનના અગ્રણીઓ દ્વારા સેફટી ગાર્ડ અને સેફટી બેલ્ટ પણ આપવામાં આવે છે.તેમજ તહેવારનાં દિવસે બહાર જતી વખતે દોરીનું ધ્યાન રાખવા અપીલ કરાઇ છે.
શું ધ્યાનમાં રાખવું
-ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ હોવાથી તેનો ઉપયોગ ન કરવો. -ખુલ્લી અગાસી પર પતંગ ન ચગાવીએ. -લોખંડ કાચ કે અન્ય સિન્થેટિક પદાર્થોમાંથી બનાવેલ દોરીનો ઉપયોગ ન કરવો
-જીવંત વાયરમાં દોરી ફસાય તો તેને ખેંચવી નહીં. -મુસાફરી દરમિયાન શક્ય હોય ત્યાં સુધી હેલ્મેટ પહેરવો. -રેલ્વે સ્ટેશન વિસ્તારમાં પતંગ ન ચગાવવા પણ અપીલ કરવામાં આવી છે.
સ્થાનિક વ્યક્તિઓ માટે કંટ્રોલરૂમનાં નંબર જાહેર કરાયા