અમરેલી જિલ્લાનાં શેડુભારનાં સરપંચ અને તેના ભાઇ ઝેર મુક્ત ખેતી કરી રહ્યાં છે. તેમજ પ્રાકૃતિક બગીચો બનાવ્યો છે. જેમા વિવિધ ફળનાં ઝાડ ઉગાડવામાં આવ્યાં છે. યુટ્યૂબ ઉપર વીડિયો જોઇને પ્રાકૃતિક ખેતી તરફ વળ્યાં છે.
અમરેલી જિલ્લાનાં શેડુભારનાં સરપંચ અને તેના ભાઇ ઝેર મુક્ત ખેતી કરી રહ્યાં છે. તેમજ પ્રાકૃતિક બગીચો બનાવ્યો છે. જેમા વિવિધ ફળનાં ઝાડ ઉગાડવામાં આવ્યાં છે. યુટ્યૂબ ઉપર વીડિયો જોઇને પ્રાકૃતિક ખેતી તરફ વળ્યાં છે.
Abhishek Gondaliya, Amreli: અમરેલી જિલ્લાના શેડુભારના સરપંચ અને ખેડૂત એવા સુરેશભાઈ કુંભાણી એ ખેડૂતો માટે પ્રેરણારૂપ છે. સુરેશભાઇ અગાઉ રાસાયણિક ખેતી કરતા હતા. બાદ જાતે જ પ્રાકૃતિક ખેતી અપનાવવાનો વિચાર કર્યો હતો અને પાંચેક વર્ષ પહેલાં ટામેટાની પ્રાકૃતિક ખેતી કરી હતી. આ ઉત્પાદન અને તેની ગુણવત્તાને જોતા સુરેશભાઈએ કાયમી ધોરણે પ્રાકૃતિક ખેતી કરવાનો નિર્ધાર કર્યો હતો. તેમણે આશરે છ વીઘા જમીનમાં ફળ-ફૂલ અને શાકભાજીનો બગીચો તૈયાર કર્યો છે. છેલ્લા વીસ મહિનાથી તૈયાર કરેલા બગીચામાં રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. ફક્ત છોડના પાળે ઉગી આવતા ઘાસનો જ ખાતર તરીકે ઉપયોગ કરી અને સુરેશભાઈ અનોખો ચીલો ચાતરી રહ્યા છે.
યુટ્યૂબ ઉપર વીડિયો જોઈ શરૂ કરી ખેતી પ્રાકૃતિક બગીચામાં સુરેશભાઈએ સીતાફળના 250 છોડ, જામફળના 250 છોડ, લીંબુડીના 200 છોડ, ચીકુના 10 છોડ , કેળના 100 છોડ, સફરજનના 125 છોડ, પપૈયાના 200 છોડ, રીંગણીના 1000 છોડ, ટામેટાના 1000 છોડ, ગલકા, કારેલા અને દૂધીના 500-500 છોડ, આંબાના 20 છોડ, રાવણાના 10 છોડ ઉપરાંત સરગવા, હળદર, શક્કરિયા, શેરડી અને ફૂલોનું વાવેતર કરવામાં આવ્યું છે. વીસ મહિનાથી તૈયાર થયેલા આ બગીચામાં હાલમાં ટામેટા, પપૈયા, જામફળ, ચીકુ, સરગવો, હળદર, શક્કરિયા, શેરડી, મરચા, સહિતના બાગાયતી અને ખેત ઉત્પાદનો મેળવી રહ્યા છે.
સુભાષ પાલેકરના વીડિયો જોઈને પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધ્યાં સુરેશભાઈએ જણાવ્યું હતું કે, હુ યુટ્યૂબ પર સુભાષ પાલેકરના વીડિયો જોઈને પ્રાકૃતિક ખેતી તરફ આકર્ષાયો હતો. સૌથી પહેલાં મેં ટામેટાની ખેતી કરી, ટામેટામાં મને લાખેણું ઉત્પાદન મળ્યું હતુ, જેથી મેં નક્કી કર્યુ કે હવે મારે મારી ખેતીને ઝેરમુક્ત બનાવવી છે. આ હેતુથી મેં એક હેક્ટરમાં બગીચો તૈયાર કર્યો છે. આ બગીચામાં શરૂઆતમાં જીવામૃત, ઘનામૃત સહિતના પ્રાકૃતિક તત્વોનો પ્રયોગ કર્યો હતો. પરંતુ છેલ્લા બે વર્ષથી હું કોઈ પણ પ્રાકૃતિક ખાતરનો છંટકાવ પણ નથી કરતો. છોડના એકબીજાના પોષક તત્વોથી તેનો વિકાસ થાય છે. વધુમાં પાળે ઉગી નીકળતા ઘાસને મલ્ચિંગ કરી અને હું તેનો જ ખાતર તરીકે ઉપયોગ કરું છું.'