Home /News /amreli /Amreli: વિદ્યાર્થીએ અનોખુ એલારામ બનાવ્યું, મકાનમાં વરસાદનુ પાણી પડતા રણકી ઉઠે

Amreli: વિદ્યાર્થીએ અનોખુ એલારામ બનાવ્યું, મકાનમાં વરસાદનુ પાણી પડતા રણકી ઉઠે

સાવરકુંડલામાં આવેલી સનરાઇજ સ્કુલનાં વિદ્યાર્થીએ અનોખુ વોર્નિંગ એલારામ બનાવ્યું છે. મકાનમાં વરસાદનું પાણી પડતા આ એલારામ રણકી ઉઠે છે. આ કૃષિ રાજ્ય કક્ષાએ પસંદ પામી છે.

સાવરકુંડલામાં આવેલી સનરાઇજ સ્કુલનાં વિદ્યાર્થીએ અનોખુ વોર્નિંગ એલારામ બનાવ્યું છે. મકાનમાં વરસાદનું પાણી પડતા આ એલારામ રણકી ઉઠે છે. આ કૃષિ રાજ્ય કક્ષાએ પસંદ પામી છે.

    Abhishek Gondaliya, Amreli: ડોક્ટર વિક્રમ સારાભાઈ પ્રતિભા શોધ કોમ્પિટીશનમાં ભારતભરમાંથી વિદ્યાર્થીએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં અમરેલી જિલ્લાનાં સાવરકુંડલામાં આવેલી સનરાઈઝ સ્કુલના બાળકોએ પોતાની કલ્પના શક્તિના ઘોડા દોડાવી અદભુત વૈજ્ઞાનિક અભિગમ અપનાવી જાત મહેનતે ઘરમાં પડેલી વસ્તુઓમાંથી વોર્નિંગ એલારામ તૈયાર કર્યુ હતું.

    વિદ્યાર્થીએ કર્યું તૈયાર વોર્નિંગ એલારામ
    સનરાઈઝ સ્કુલના વિદ્યાર્થી દ્વારા વોર્નિંગ આલારામ તૈયાર કરવામાં આવ્યું હતું. ચોમાસામાં વરસાદ દરમિયાન મકાનમાં ક્યાંય પણ પાણી લીકેજ થાય, જેનાથી આખા મકાનમાં વીજ કરંટથી શોક લાગવાનો ભય પેદા થાય છે. ત્યારે આ વોર્નિંગ આલારામ સાધન સહેજ પણ વરસાદનું પાણી મકાનમાં લીક થાય તો તરત જ આલારામ રણકી ઉઠે છે. જેનાથી મકાનમાં પ્રવેશતા અથવા ટપકતા પાણીનું નિરાકરણ લાવી શકીએ છીએ. વિદ્યાર્થી હાલારી રેહાનભાઈએ પોતાની જાત મહેનતે અને શિક્ષકના માર્ગદર્શન નીચે વોર્નિંગ એલારામ તૈયાર કર્યું હતું.

    છાત્રાતાએ કુવામાંથી પાણી ખેંચવા કરગડી બનાવી
    હજુ પણ ગામડાઓમાં બહેનો કૂવામાંથી પાણી સિંચતા જોવા મળે છે. ત્યારે આ બહેનો માટે એક એવી કરગડી બનાવી છે કે, ખૂબ જ ઓછા ઘર્ષણથી કૂવામાંથી સહેલાઈથી પાણી ખેંચી શકાય છે. જેથી ખૂબ જ ઓછું બળ વાપરવું પડે છે અને સહેલાઈથી પાણી ઉપર આવી જાય છે.



    વોર્નિંગ એલારામ કૃતિ રાજ્ય કક્ષાએ પસંદગી થઈ
    પ્રતાપભાઈ ખુમાણ મેનેજિંગ ડાયરેક્ટરે જણાવ્યું હતું કે, ભારત દેશમાં ભારતના ભવિષ્યના સાયન્ટિસ્ટમાં ટેલેન્ટો પુષ્કળ છે. ઓળખવી ખૂબ જ જરૂરી છે અને આજે ડોક્ટર વિક્રમ સારાભાઈ પ્રતિભા શોધ કોમ્પીટીશનમાં બે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને જે વોર્નિંગ એલારામ રાજ્ય કક્ષાએ પસંદગી પામ્યું હતું. જેથી વિદ્યાર્થીઓને વધુ માર્ગદર્શન મળી રહે અને આગળ જાય અને કંઈક કરી છૂટે જે માટે સંપૂર્ણ માર્ગદર્શન આપશે.
    First published:

    Tags: Amreli News, Local 18

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો