ગીર પૂર્વ જંગલ વિસ્તારમાં પાણીનાં 268 પોઇન્ટ છે. જેમાંથી 65 પાણીનાં પોઇન્ટ કુદરતી છે. જયારે 203 પાણીનાં પોઇન્ટ વન વિભાગ દ્વારા ભરવામાં આવી રહ્યાં છે. મજૂરો, ટેન્કરો, પવનચક્કી, સોલાર વગેરેની મદદથી પાણી ભરવામાં આવી રહ્યું છે.
ગીર પૂર્વ જંગલ વિસ્તારમાં પાણીનાં 268 પોઇન્ટ છે. જેમાંથી 65 પાણીનાં પોઇન્ટ કુદરતી છે. જયારે 203 પાણીનાં પોઇન્ટ વન વિભાગ દ્વારા ભરવામાં આવી રહ્યાં છે. મજૂરો, ટેન્કરો, પવનચક્કી, સોલાર વગેરેની મદદથી પાણી ભરવામાં આવી રહ્યું છે.
Abhishek Gondaliya, Amreli: ઉનાળાની શરૂઆત થઇ ગઇ છે. જંગલમાં પાણીનાં સ્ત્રોત સુકાવા લાગ્યા છે. વન્ય પ્રાણીઓને ઉનાળામાં સરળતાથી પાણી મળી રહે તે માટે કામગીરી શરૂ કરી છે. વન વિભાગ દ્વારા પાણીનાં કુત્રિમ પોઇન્ટ ભરવામાં આવી રહ્યાં છે. વન્ય પ્રાણીઓ જંગલ છોડીને બહાર ન જાય તેની કાળજી રાખવામાં આવી રહી છે. જંગલમાં કુલ 268 પાણીનાં પોઇન્ટ આવેલા છે.
શું કહ્યું ડીસીએફએ?
ડીસીએફ રાજદીપસિંહ જણાવ્યું હતું કેપ્ જંગલ વિસ્તારમાં કુલ 268 પોઈન્ટ આવેલા છે. વન્ય પ્રાણીઓ માટે પાણીના 268 પોઈન્ટ છે. જે પૈકીના 65 કુદરતી પોઇન્ટ છે. જ્યારે 203 પોઇન્ટ સ્ટાફ દ્વારા ભરવામાં આવી રહ્યા છે. ગીર પૂર્વમાં 68 પાણીના પોઇન્ટ મજૂરો દ્વારા ભરવામાં આવી રહ્યા છે.જ્યારે 66 પોઇન્ટ ટેન્કરોથી ભરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત પવનચક્કી દ્વારા 26. ડીઝલ એન્જિન દ્વારા 10 પોઇન્ટ અને સોલાર વોટર પંપ દ્વારા 28 પોઇન્ટ પાણીના ભરવામાં આવી રહ્યા છે. જંગલમાં પાણીના 268 પોઇન્ટ ભરવામાં આવી રહ્યા છે ઉનાળાનો પ્રારંભ થયો છે. જેના કારણે પાણીના કુદરતી સ્ત્રોત સુકાવા લાગ્યા છે અને સિંહને પીવાના પાણી માટે ભટકવું ન પડે જે માટે વન વિભાગ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. સિંહને પાણી મળી રહે તે માટે પાણીના કુત્રિમ પોઇન્ટ ભરવાનું વન વિભાગ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે.
લીલીયા પંથકમાં 15 પાણીનાં પોઇન્ટ છે લીલીયા પંથકમાં વન વિભાગના કુલ 15 પોઇન્ટ કાર્યરત થતા સિંહ તેમજ વન્ય પ્રાણીઓ માટે પીવાનો પાણીની સુવિધા ઉપલબ્ધ થશે. અનેક વિસ્તારની અંદર પવનચક્કી દ્વારા પાણીના પોઇન્ટ ભરવામાં આવે છે. અનેક વિસ્તારોમાં કૃત્રિમ પોઇન્ટ ભરવાનું વન વિભાગ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે.