સાવરકુંડલાના સોનાલીબેન દીક્ષા અંગિકાર કરશે. આ પ્રસંગને લઇ સાવરકુંડલામાં વર્ષીદાન વરઘોડો નીકળ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. હવે આગામી 3 ફેબ્રુઆરીના મુંબઈ દીક્ષા ગ્રહણ કરશે.
શરીરને નહીં પરંતુ આત્માને રંગ આપવાનો દીક્ષાનો અવસર છે. સોનાલીબેનના દીક્ષા પ્રસંગે સાવરકુંડલામાં મહોત્સવનું આયોજન કરાયું છે. જેમાં ભવ્ય વર્ષીદાનનો વરઘોડો શહેરના માર્ગો પર ફર્યો હતો.
જૈન દેરાસરમાં મહાપૂજાનું ભવ્ય આયોજન કરાયું હતું. સિદ્ધચક્ર પૂજન અને રાત્રિના વિદાય સમારોહ હતો. એક જ દિવસે એક જ માંડવે 16 દીક્ષાઓમાં ચાર બાલ દીક્ષા,આઠ યુવા દીક્ષાર્થી દીક્ષા ગ્રહણ કરનાર છે.
3 ફેબ્રુઆરીના રોજ મુંબઈ મુકામે દીક્ષા ગ્રહણ કરશે
સાવરકુંડલામાં રહેતા રાજુભાઈની પુત્રી સોનાલીબેન ઉંમર વર્ષ 25 ને સંસારના વાસ્તવિક રૂપનો અનુભવ થયો અને ગુરુ ભગવાનની સમયસરની પ્રેરણા મળતા જીવનની સાચી દિશા મળી અને આગામી 3 ફેબ્રુઆરીના રોજ મુંબઈ મુકામે દીક્ષા ગ્રહણ કરશે.
મોટી સંખ્યામાં લોકો વર્ષીદાન વરઘોડામાં જોડાયા
આજે સાવરકુંડલા શહેરના મુખ્ય માર્ગો ઉપર સોનાલીબેનનો વર્ષીદાન વરઘોડો યોજાયો હતો. મોટી સંખ્યામાં લોકો વર્ષીદાન વરઘોડામાં જોડાયા હતા. પ્રભુ મહાવીરના પંથે પગલા માંડનારી શ્રી જ્ઞાન દર્શિતા આજ્ઞા કરી મુમુક્ષ રત્ન સોનાલીબેનના દીક્ષા પ્રસંગે મહોત્સવ સાવરકુંડલામાં યોજાયો હતો.
સોનાલીબેને સંસારમાં સુખ કણનું અને દુઃખ મણનું છે તે જાણી સંસાર છોડવા સહજ બન્યા હતા. સંઘના દરેક ભાઈઓ બહેનોએ આશીર્વાદ આપ્યા હતા.વર્ષીદાનનો વરઘોડો ભવ્ય યોજાયો હતો અને બાદમાં જૈન દેરાસરમાં મહાપૂજા કરવામાં આવી હતી