મૂળ અમરેલી જિલ્લાના વતની હાલ સુરત રહેતા સતીશભાઈ હિરપરાને અભ્યાસમાં જરાઈ રસ ન હતો. છતાં પણ સિવિલ એન્જીનીયર બન્યા. તેમને નોકરી કરતા પોતાનો વ્યવસાય કરવાનું નક્કી કર્યું. પહેલા વિવિધ વસ્તુની આયાત-નિકાસના વ્યવસાયનું વિચાર્યું. પ્રથમ ખેતી પેદાશની વસ્તુઓ આયાત -નિકાસ કરી અને તેમાંથી તેમને 60 હજારનો નફો થયો હતો.
બસ પછી તો પોતાના વિચારને હકીકતમાં બદલાવ તેને તમામ જ્ઞાન મેળવ્યું અને પોતાની કંપની શરૂઆત કરી અને આજે એજ ઈવેઝ ઇન્ટરનેશનલ પ્રા.લી. ગ્રુપ ઓફ કંપની કરોડથી વધુ ટનઓવેર કરે છે. ગુજરાતની એકસપોર્ટ કરતી કંપની ઇવેઝ ઇન્ટરનેશનલ પ્રા. લી. ના ચેરમેન સતીશ હિરપરાની ઉંમર 27 વર્ષની છે.
127 દેશમાં આયાત-નિકાસ કરે છે
સતીશભાઈ હિરપરાએ પોતાના જીવનમાં સફળતા મેળવી છે. આ સફળતા માટે તેવો અનેકમુશ્કેલીઓમાંથી પસાર થયા છે.સતત મહેનત કરી પોતાની કંપનીને સફળતા અપાવી છે.ખૂબ નાની વયે તેમને શરૂ કરેલી કંપની આજે 127 દેશમાં આયાત-નિકાસ કરે છે.વિદેશમાં વિવિધ વસ્તુ નિકાસ અને આયાત કરી કરોડો રૂપિયાની કમાણી કરી રહ્યા છે.
ગુજરાત ની નિકાસ કરતી ઈવેઝ ઇન્ટરનેશનલ પ્રા.લી. કંપની દ્રારા ઘણા યુવાનો વિશ્વ વેપાર સાથે જોડાઈ રહ્યા છે ત્યારે કંપનીના ચેરમેન સતીષ હિરપરા દ્રારા વધુ માં વધુ યુવાનો નિકાસ કરે તેના માટે સુરત ટ્રેનિંગ સેન્ટર શરુ કરવામાં આવ્યું છે. અને જેમનો ફોન નંબર 6354670311, ઈમેલ - S.k.hirpara@gmail.com અને કંપનીની વેબસાઇટ http://www.evegimpex.com/ છે. તમે વેબસાઇટ વધુ માહિતી જાણી શકો. સુરતમાં તેમની ઓફિસ Corporate office 4007-08 The Palladium Mall, Yogi Chowk, Surat, Gujarat 395010 અને અમદાવાદમાં તેમની ઓફિસ 202/A, A-Block Shivalik Corporation Park, B/H-IOC Petrol Pump, and D-Mart, Nr Shyamal Cross Road, Satellite, Ahmedabad- 380015. છે
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Local 18, Success story, અમરેલી, ખેડૂત