Home /News /amreli /Amreli :હળદરની ખેતીમાં આટલી કાળજી ચોક્કસ લો, મેળવો મબલખ ઉત્પાદન

Amreli :હળદરની ખેતીમાં આટલી કાળજી ચોક્કસ લો, મેળવો મબલખ ઉત્પાદન

ખેતરની અંદર વધુ ઉત્પાદન માટે ખેડ ખૂબ જ અનિવાર્ય ગણવામાં આવે છે

અમરેલી પંથકમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી હળદરની ખેતી ખેડૂતો કરી રહ્યા છે. હળદરની વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતીમાં પિયત,ખાતર અને વ્યવસ્થા ખૂબ જ જરૂરી છે.યોગ્ય માવજત કરવામાં આવે તો વધુ ઉત્પાદન મેળવી શકાય છે.

Abhishek Gondaliya. Amreli : અમરેલી જિલ્લામાં વૈજ્ઞાનિક પદ્ધતિથી હળદરની ખેતીની ખેડૂતો કરી રહ્યા છે. હળદરની ખેતીમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરવામાં આવે તો વધુ ઉત્પાદન મેળવી શકાય છે.વૈજ્ઞાનિક પદ્ધતિમાં પિયત, ખાતર અને વ્યવસ્થા ખૂબ જ જરૂરી છે.

પહેલા હળદર ની જાત પસંદ કરવી

હળદરની બે જાત આવે છે. એક વહેલી પાકતી જાત અને મોડી પાકતી જાત. મોટી ચળકતી કેસરી રંગની ગાંઠ સૂકા અને ક્ષારીય વિસ્તાર માટે અનુકૂળ ગણવામાં આવે છે. જેમાં બીએસઆર વન જાત ખૂબ જ જરૂરી છે.

હળદરની રોપણી કેવી રીતે કરશો?

હળદરની રોપણી અલગ અલગ રીતે ખેડૂતો કરતા હોય છે.રોપણી મે માસમાં કરવામાં આવે છે. હળદરની ગાંઠમાં બે ભાગ હોય છે. વચલી પહોળી મુખ્ય ગાંઠ માત્ર ગાંઠ કંદ કહેવાય છે, જે આગળના વર્ષની હોય છે, જ્યારે તેમની બાજુની નવી ગાંઠ બંધાય છે, તેને આંગળી ગાંઠ કહેવાય છે. હળદરની રોપણી માટે આ બંને પ્રકારની ગાંઠો વપરાય છે. માતૃ ગાંઠની રોપણીથી ઉત્પાદન વધારે મળે છે. માતૃ ગાંઠને સપાટ ક્યારામાં 22 અથવા 24 અથવા 30 સીએમના અંતરે રોપાય છે. દરેક થાણે પાંચ થી સાત સેન્ટિમીટર ઊંડાઈએ એક ઘાટ રોપવામાં આવે છે. પારા અને નીક પદ્ધતિએ રોપણી કરવામાં આવતી હોય તો વાળાની બંને બાજુએ રોપણી કરવામાં આવે છે.

હળદરના પાકમાં વૃદ્ધિ માટે છાયડાની જરૂરિયાત

હળદરના પાકમાં વૃદ્ધિ માટે છાયડાની જરૂરિયાત છે, જેથી મિશ્ર પાક સાથે લેવામાં આવે છે. જેમાં કેળ,સુરણ,ગુવાર, તુવેર,એરંડા સહિતનો પાક મિત્ર પાક તરીકે લઈ શકાય છે. જ્યારે મલ્ચિંગ પણ ખૂબ જ જરૂરી ભાગ ભજવે છે.જેથી મલચિંગ બે માસ દરમિયાન કરવાથી પાકનું ઉત્પાદન સારું મળતું હોય છે.



પિયત અને પિયત દરમિયાન શું રાખવી કાળજી

હળદર મેં માસથી ફેબ્રુઆરી માસ સુધી ઉભો રહેતો પાક છે. આ પાક લાંબા ગાળાનો પાક છે. જેથી 20 થી 25 દિવસે પિયતની જરૂર છે. જમીન અને આબોહવાના આધારે ચોમાસામાં વરસાદ ન હોય તો પિયત આપવું અને આઠથી દસ દિવસના અંતરે પિયત આપતું પડે છે. હળદરની ખેતીમાં નિંદામણ કરવું જરૂરી છે. નીક અને પાળા પદ્ધતિ કરેલી વાવેતરમાં માટી ચડાવવાથી ફાયદો અને વધુ ઉત્પાદન મળતું હોય છે.

રોગ નિયંત્રણ માટે ખૂબ જ કાળજી રાખવી પડે

ખેડૂત રાણાભાઇએ જણાવ્યું હતું કે, ખાતરની વ્યવસ્થા ખૂબ જરૂરી છે. પાક સંરક્ષણ હળદરમાં આવતા રોગ અને રોગ નિયંત્રણ માટે ખૂબ જ કાળજી રાખવી પડે છે.જેથી સહેલાઈથી અને વૈજ્ઞાનિક પદ્ધતિથી જો રોપણી, પિયત અને વ્યવસ્થા કરવામાં આવે તો ઉત્પાદનમાં વધારો થાય છે.
First published:

Tags: Amreli News, Farming Idea, Local 18

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો