Home /News /amreli /Amreli: સાવરકુંડલા યાર્ડમાં ચણાનાં ભાવમાં તેજી, મણનાં 1240 રૂપિયા મળ્યાં

Amreli: સાવરકુંડલા યાર્ડમાં ચણાનાં ભાવમાં તેજી, મણનાં 1240 રૂપિયા મળ્યાં

X
સાવરકુંડલા

સાવરકુંડલા યાર્ડમાં ચણાની સારી આવક થઇ છે. તેમજ ભાવ પણ સારા મળી રહ્યાં છે. યાર્ડમાં આજે  ચણાનાં મણનાં 1240 રૂપિયા ભાવ મળ્યાં હતાં.

સાવરકુંડલા યાર્ડમાં ચણાની સારી આવક થઇ છે. તેમજ ભાવ પણ સારા મળી રહ્યાં છે. યાર્ડમાં આજે  ચણાનાં મણનાં 1240 રૂપિયા ભાવ મળ્યાં હતાં.

    Abhishek Gondaliya, Amreli: અમરેલી જિલ્લામાં મોટા પ્રમાણમાં ચણાનું વાવેતર થયું છે. સાવરકુંડલા યાર્ડમાં 10,030 મણ ચણાની આવક થઈ છે અને એક મણનો આજે 1240 રૂપિયા ભાવ ઉપજ્યા હતા. યાર્ડમાં સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી છે. સાવરકુંડલા યાર્ડમાં ચણાની આવક થઈ છે અને આવકના પ્રારંભે સારા ભાવ મળી રહ્યાં છે. આજે ચણાના ભાવમાં વધારો નોંધાયો છે. આજે 1240 રૂપિયા સુધી ચણાનો ભાવ આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
    સાવરકુંડલા યાર્ડમાં 10030 મણ ચણાની આવક થઇ
    અમરેલી જિલ્લામાં શિયાળુ પાક તરીકે ખેડૂતોએ ચણા મોટા પ્રમાણમાં વાવેતર કર્યું છે. હાલ ચણાનો ભાવ સારો મળી રહ્યો છે. ટેકાના ભાવે પણ ખરીદી શરૂ થવાની છે. આજે માર્કેટિંગ યાર્ડમાં ભાવમાં વધારો થતા મોટી માત્રામાં આવક થઈ હતી. સાવરકુંડલા યાર્ડમાં 10030 મણ ચણાની આવક થઇ છે.



    2525 મણ ઘઉંની આવક થઇ
    સાવરકુંડલા યાર્ડમાં ઘઉંનાં મણનાં 640 રૂપિયા ભાવ રહ્યો હતો. હાલો માર્કેટિંગ યાર્ડમાં ઘઉંનો સુધરતો ભાવ જોવા મળ્યો છે. યાર્ડમાં ઘઉંની 2525 મણની આવક થઈ હતી. 150 મણ મગફળીની આવક થઈ હતી. આજે મગફળી મોટીનો ભાવ 1450 રૂપિયા રહ્યો હતો. સાવરકુંડલા યાર્ડમાં નવા ધાણાની આવક 1360 મણ થઈ હતી. જેમાં 1160 થી 1560 સુધી પ્રતિ મણનો ભાવ યાર્ડમાં ઉપજ્યો હતો.
    First published:

    Tags: Amreli News, Local 18