સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં ઉનાળુ મગફળીનો ભાવ 1,445 રૂપિયા નોંધાયો છે. સાથે જ આજે સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં સફેદ તલની હરાજી કરવામાં આવી હતી સફેદ તલનો ભાવ આજે 2,765 બોલાયો હતો. આ વર્ષે કાળા તલ કરતા સફેદ તલના ભાવમાં વધારો જોવા મળ્યો છે.
અમરેલી: જિલ્લાની અંદર મગફળીનું ઉનાળુ વાવેતર કરવામાં આવ્યું હતું સાથે સફેદ અને કાળા તલનું વાવેતર કરવામાં આવ્યું હતું. આજે ઉનાળુ નવી મગફળીની આવક નોંધાઇ હતી આજે સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં ઉનાળુ મગફળીનો ભાવ 1,445 રૂપિયા નોંધાયો છે સાથે જ આજે સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં સફેદ તલની હરાજી કરવામાં આવી હતી. સફેદ તલનો ભાવ આજે 2,765 બોલાયો હતો. આ વર્ષે કાળા તલ કરતા સફેદ તલના ભાવમાં વધારો જોવા મળ્યો છે.
સાવરકુંડલા યાર્ડમાં 4,650 મણ તલની આવક
સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં વિક્રમજનક ભાવ સફેદ તલનો નોંધાયો આજે 2,765 રૂપિયા પ્રતિ 20 kg બોલાયો હતો. આજે 4,650 મણ તલની આવક નોંધાઇ હતી. અમરેલી જિલ્લામાં મોટા પ્રમાણમાં ચણાનું વાવેતર થયું છે. સાવરકુંડલા યાર્ડમાં 650 મણ ચણાની આવક થઈ છે અને એક મણનો આજે 1,148 રૂપિયા ભાવ ઉપજ્યા હતા. યાર્ડમાં સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી છે.
સાવરકુંડલા યાર્ડમાં ચણાની આવક થઈ છે અને આવકના પ્રારંભે સારા ભાવ મળી રહ્યાં છે. આજે ચણાના ભાવમાં વધારો નોંધાયો છે. આજે 1,148 રૂપિયા સુધી ચણાનો ભાવ આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. યાર્ડમાં ઘઉંના ભાવમાં ઘટાડો નોંધાયો છે. મણના 590 રૂપિયા ભાવ રહ્યા હતા. અમરેલી જિલ્લામાં શિયાળુ પાક તરીકે ખેડૂતોએ ચણા મોટા પ્રમાણમાં વાવેતર કર્યું છે. હાલ ચણાનો ભાવ સારો મળી રહ્યો છે. ટેકાના ભાવે પણ ખરીદી શરૂ થવાની છે. આજે માર્કેટિંગ યાર્ડમાં ભાવમાં વધારો થતા મોટી માત્રામાં આવક થઈ હતી.
સાવરકુંડલા યાર્ડમાં ઘઉંના મણના 590 રૂપિયા ભાવ રહ્યો હતો. હાલ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંના ઘટતા ભાવ જોવા મળ્યો છે. 590 મણ યાર્ડમાં ઘઉંની મણની આવક થઈ હતી. 5,000 મણ મગફળીની આવક થઈ હતી. આજે મગફળી મોટીનો ભાવ 1,533 રૂપિયા રહ્યો હતો. સાવરકુંડલા યાર્ડમાં નવા ધાણાની આવક 100 મણ થઈ હતી. જેમાં 1,146 થી 1,285 સુધી પ્રતિ મણનો ભાવ યાર્ડમાં ઉપજ્યો હતો.